Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રૂપાણી સરકારની સમાંતર કોંગ્રેસની ‘લોકસરકાર'

વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ધમાકેદાર જાહેરાતઃ કોંગ્રેસનું મંત્રી મંડળ રચાશે : લોકોની ફરીયાદ-રજુઆત સ્‍વીકારી નોંધણી નંબર અપાશેઃ રજુઆત અધિકારીને પહોંચાડાશે

ગાંધીનગર તા. ર૬ : આ સરકારમાં લોકશાહીનો મુળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઇ રહી છે. લોક સરકારની ઉદેશ લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશકત બનાવવાનો છ તેની સો વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ લોક સરકારની જાહેરાત કરી છ.ે

ગુજરાતમાં ભાજપના ર૩ વર્ષના શાસનમાં આજે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છ.ે સામાન્‍ય લોકો પાસે રસકારના અલગ-અલગ વિભાગની ફરીયાદ કયાં કરવી તેની કોઇ જાણકારી નથી પોતાની સમસ્‍યાની કાયા વિભાગન રજુઆત કે ફરીયાદ કરવી તેની પુરતી સમજ નથી પરિણામે સામાન્‍ય માસણ સરકારી વિભાગી વચ્‍ચે આટાફેરા કરવા મજબુત બની ગયો છે લોકોએ ચુંટેલી પોતાની કહેવાતી સરકારના બહેરા કાને પ્રજાની સમસ્‍યા અથડાતી નથી સરકાર પ્રજાના પ્રશનો બાબતે અસંવેદનશીલ બની ગઇ છે પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઇ રહયો છે લોકો જેમ તેમ કરીને સરકારી તંત્રમાં પોતાની ફરીયાદ દાખલકરવામાં સફળ થાય તો પણ આ ફરીયાદનું શું થયુંઅને ફરીયાદનો નિકાલ કેટલાક સમયમાંથશે તેની કોઇ જાણકારી નથી. આ પરિસ્‍થિતિમાં હાલના સરકારી માળખામાં લોકો સમસ્‍યાને વાચા આપવા અને લોકોની રજુઆત સરકાર સુધી વિરોધ પક્ષના નેતા લોક સરકાર (www.loksarkar.in) ના માધ્‍યમાંથી પહોંચાડશે તેમ પરેશ ધાનાણીને જણાવેલ છે

લોક સરકાર વેબસાઇટની લાક્ષણીકતાઓ

પરેશ ધાનાણીએ પત્રકારોને જણાવેલ લોક સરકારમાં તમામ વિભાગોની લોકોની ફરીયાદ રજુઆત સ્‍વીકરવામાં આવશે લોકોકેન્‍દ્ર કયા રાજય કક્ષા જીલ્લા કક્ષા તાલુકા કક્ષાનીફરીયાઇ રજુઆત આ વિભાગમાં કરી શકશે આ વિભાગમાં કેન્‍દ્ર પછી લોકોને પોતાની ફરીયાદ રજુઆત નંબર અને તે નંબર પરથી ભવિષ્‍યમાં ફરીયાદ રજુઆતે આમ ટ્રેડીંગ પણ કરી શકશે. લોકોએ કરેલી ફરયાદ રજુઆતમાં તેમણે જે મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી આપ્‍યું હશે તેની પર એસએમએસ અને ઇમેઇલ દ્વારા તેમને ફરીયાદ નંબર મળશે. આ ઉપરાંત આ ફરીયાદ જે તે જવાબદાર અધિકારીને મોકલવામાં આવશે તેની નકલ પણ ફરીયાદ-રજુઆત કરનારને મળશે. લોક સરકારનો ઉદેશ લોક સમસ્‍યાને યોગ્‍ય રીતે વાચા આપીને તેની ઉકેલ લાવવાનો છે તેથી આમાં વધુમાં વધુ લોકો જોડાય અને તેમની સમસ્‍યાનો ઉકેલ લાવવાનો લોક સરકારનો ઉદેશ છે તેથી કોઇ સરકારમાં વધુમાં વધુ લોકો નોંધણી કરે તે માટે અલગ -અલગ કેટેગરી પણ રાખવામાં આવી છે.

લોક સરકારમાં આ ઉપરાંત નાગરિકો માટે ઉપયોગી એવી તમામ સુવિધા જેવીસ કે, એસ.ટી. ટીકીટ બુકિંગ, રેલ્‍વે ટીકીટ બુકિંગ, એર લાઇન બુકિંગ, હોટલ બુકિંગ, ટેકસી બુકિંગ, સિનેમા બુકીંગ, રેસ્‍ટરન્‍ટ હોસ્‍પિટલ જેવી તમામ રોજબરોજની જરૂરીયાતની ઉપયોગી તમામ માહિતી એક જ સ્‍થળેથી મળે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. લોક સરકારમાં થતી રોજબરોજની કામગીરી, મળતી ફયિરાદો અને તેના નિકાસ કે અટકાવની માહિતી રજીસ્‍ટર કરવામાં આવેલા રાષ્‍ટ્રીય રાજય, જીલ્લા અને ઝોનલ મીડિયા સુધી પહોંચી શકે તે માટે મીડિયા બુલેટીન પણ બહાર પાડવામાં આવશે. આ સંવાદ દ્વિપક્ષીય કરી જેમાં મીડિયા સવાલ પણ પૂછી શકશે અને તેની જવાબ પણ આપવામાં આવશે.

પ્રતિસાદઃ

લોક સરકારનો આધાર જનતા છે. તેથી જનતાનો સાદ સૌથી અગત્‍યનો છે. આ વિભાગમાં લોકો પોતાની સમસ્‍યા રજુ કરી શકશે. તેમજ પોતાની સમસ્‍યા આધારિત પોલ કરી લોકોનો અભિપ્રાય પણ જાણી શકાશે. આ ઉપરાંત લોકો સમસ્‍યાની પીટીશન પણ મૂકી શકશે.

સૂચનોઃ

લોક સરકારનો મુખ્‍ય ઉદેશ લોક સમસ્‍યાને વાચા આપીને તેનું સમાધાન લાવવાનો છે. જેની માટે સરકારના વહીવટી તંત્ર સામે જ લોકોને તેમની ફરિયાદ અને સમસ્‍યા સરકાર સુધી પહોંચાડવાનો એક વિકલ્‍પ આપવાનો છે તેમજ જવાબદાર વિકલ્‍પના માધ્‍યમથી સરકારને પણ જવાબદાર બનાવવાનો છે.

જેના ભાગરૂપે લોક સરકારના આગામી તબકકામાં લોક સરકાર મંત્રી મંડળની પણ રચના કરવામાં આવશે. લોક સરકારના મંત્રી મંડળમાં લોકો તરફથી આવેલી લોક સમસ્‍યાઓની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાકી રહેલી લોક સમસ્‍યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશ્‍નોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમ પરેશ ધાનાણીને જણાવ્‍યું હતું.

લોક સરકારના માધ્‍યમથી લોક સમસ્‍યાને વાચા આપીને તેના ઉકેલની દિશામાં પ્રશ્‍નો કરવામાં આવશે. જો કે આ પ્રયત્‍નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્‍યાના સમાધાનમાં કોઇ હકારાત્‍મક પ્રતિભાવ નહીં મળે અને રાજયની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરૂદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્‍નોને વાચા આપવા માટે લોક સરકાર રાજય સરકાર સાથે બાથ ભીંડશે અને ઝડપથી લોક પ્રશ્‍નોના ઉકેલ માટે કાર્યરત રહેશે.

 

(3:33 pm IST)