Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પાલનપુરના આબુ રોડમ પર સંસ્કૃત કોમ્પ્લેક્ષમાં લિફ્ટમાં આગ ભભુકતા અફરાતફરી

શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ :ફાયર સેફટીના સાધનોનો અભાવ

સુરતની દર્દનાક ઘટનાએ સૌને હચમાચવી દીધા છે ત્યારે રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવી ફાયર સેફટી અંગેના માપદંડોની તપાસ આદરી છે તેવામાં પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલા સંસ્કૃત કોમ્પલેક્ષની લિફ્ટમાં આજે શોર્ટ સર્કિટના કારણે આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી.

આ અંગેની જાણ થતા પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આજે રજાનો દિવસ હોય આગના બનાવમાં જાનહાની ટળી હતી. જયારે સંસ્કૃત કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું માલુમ પડ્યું હતું.

(6:41 pm IST)