Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ખાનગી ટ્યુશન ક્લાસીસોની ઇન્ડસ્ટ્રી હાલમાં બેફામ બની

હાટડીઓ મા સરસ્વતીને ચિથરે હાલ કરી રહી છે : સુરતની હૃદયદ્રાવક ઘટના સંદર્ભે શિક્ષણકારોએ સંવેદના પ્રગટ કરી : રાજ્ય સરકાર પાસે કઠોેર પગલાની અપેક્ષા

અમદાવાદ,તા.૨૫ :  શિક્ષણ જગત આજે પૈસા કમાવાનો ધિક્તો ધંધો થઈ ગયું છે. બિલાડીના ટોપની જેમ સ્વ-નિર્ભર પ્રાથમિકશાળાઓ, માધ્યમિક શાળાઓ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, મહાવિદ્યાલયો અને હવે તો વિશ્વ વિદ્યાલયો ખુલી રહ્યા છે. સરકારી વ્યવસ્થાઓ તો ખરીજ ખાનગી વ્યવસ્થાઓ પણ ખરીજ આ સાથે ખાનગી ટ્યૂશન ક્લાસીઓની નવી ઈન્ડસ્ટ્રીઝ અસ્તિત્વમાં આવી ગઈ છે. બેરોક ટોક મનફાવે તેવા સ્થાનો પર, સરકારની કોઈ જ પરવાનગી વગર આ હાટડીઓમાં સરસ્વતિને ચિંથરેહાલ કરી રહી છે. સમાજ પણ દેખાદેખીનો ભોગ બની, કૃત્તિમ સ્પર્ધાનો ભોગ બની સારુ શિક્ષણ આપવાની જેની જવાબદારી છે તે શાળા-મહાશાળાથી દૂર પોતાના બાળકને નફાખોરી માટે, સુવિધાના અભાવ સાથે ખુલેલાં કલાસીસોમાં ધકેલી રહી છે. જે દુઃખદ છે. મોંધા શિક્ષણની બુમો પાડી રહ્યો છે. બાળક આ સ્થાનથી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતાનો શિકાર બની જાય છે. મોબાઈલ-મોપેડના ખર્ચાનો ભોગ બની રહ્યો છે. સરકારની વ્યવસ્થાઓ આ સ્થાનો પર સતત દેખરેખ રાખી શખતી નથી. શિક્ષણ એ સમાજ અને સરકાર માટે ચિંતાનો વિષય બની ગયું છે. સુરતમાં બે માસમાં બે ઘટના આગની આ પ્રકારના કોચિંગ ક્લાસીસમાં બની છે. સુરતમાં સંપત્તિ વધી છે. સાથે સાથે આવી નિર્દોષ બાળક, નિર્દોષ શિક્ષક, નિર્દોષ સમાજના હ્ય્દયને હચમચાવી નાંખનારી ઘટના પણ વધી છે. આ ઘટના ચલાવી ન લેવાય, તપાસ સમિતિથી સંતોષ ન માનય. આખેય રાજ્ય માટે નક્કર કડક વ્યવસ્થા ઉભી કરાય તેવી શિક્ષણકારોની માંગ છે તે અમે કેટલાંક શિક્ષણકારોનો કરેલ સંપર્કમાંથી પ્રતિનાધિત થાય છે. સુરતના ઘટના અંગે ડૉ. ધર્મેશ દવે કેનેડા હાલ અમદાવાદ આવેલ છે. તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સંવેદનાને  ગુમાવી ચુકેલા માનવમાનસનો આ ઘટનાએ અનુભવ કરાવ્યો છે. સુરતની ઘટના પરથી સરકારે બોધપાઠ લઈને નક્કર પગલા શિક્ષણ તેમજ હોસ્પિટલો માટે લેવા જોઈએ. સુરતની ઘટના અંગે શિક્ષણકાર અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારને પૂછતા તેઓએ સુરતની કોચિંગ ક્લાસમાં લાગેલી આગને પરિણામે જાન ગુમાવનાર બાળકોને ભાવભીની અંજલિ આપતા જણાવ્યું હતું કે, સુરતમાં તાજેતરમાં આ પ્રકારની બે ઘટના બની છે જે દુખદ છે. રાજ્ય સરકાર મૃતક બાળકોના પરિવારને માટે ખડેપગે ઉભી રહીછે.

જોકે ગયેલ જીવ પરત લાવી શકાતો નથી તે પણ હકીકત છે. તેઓએ રાજ્યમાં આવેલી શિક્ષણ આપવાનું કાર્ય કરતી તમામ પ્રકારની સંસ્થાઓ માટે એક વિશેષ પ્રકારની કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. શિક્ષણ આપતી સંસ્થાઓ સંપત્તિ પ્રાપ્તિના કેન્દ્ર બનવાને બદલે સંસ્કાર, સુવિધા અને શિક્ષણ આપતા કેન્દ્રો બને તે માટે તમામ વિભાગોને કામે લગાડી કાયદાનું કડક પાલન કરાવવું જોઈએ.

(9:27 pm IST)