Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ધાનેરામાં ટ્યુશન ક્લાસીસ પર તંત્રની તવાઈ : કોચિંગ ક્લાસ બંધ કરી સંચાલકો રફુચક્કર

અનેક ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ

સુરતમાં સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડ બાદ રૂપાણી સરકારે રાજ્યના તમામ ટ્યુશન ક્લાસને બંધ કરવા આદેશો આપ્યા છે રાજ્યમાં કોચીંગ ક્લાસ ચલાવતા સંચાલકો પર તવાઇ આવી હતી.

 બનાસકાંઠામાં કલેક્ટર અને જીલ્લા શિક્ષણાધિકારીએ ધાનેરામાં તમામ ટ્યુશન ક્લાસ બંધ કરવા આદેશો આપ્યા હતા.ધાનેરામાં ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકો પર તવાઇ આવતાં તેઓ તેમના કોચીંગ ક્લાસ બંધ કરીને રફુચક્કર થયા હતા.

ધાનેરામાં શિવમ કરિયર,ફ્યુચર પોઇન્ટ, કરિયર અકાદમી,સક્સેસ એજ્યુકેશન જેવા ક્લાસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો 

(8:29 pm IST)