Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કલોલમાંથી પોલીસે બાતમીના આધારે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લામાં હાલ વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે કલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે નવજીવન મીલની ચાલીમાં રહેતો મેહુલ ઉર્ફે મેઘો પ્રતાપજી ઠાકોર તેના ઘરે વિદેશી દારૃ રાખે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં તેના ઘરેથી અલગ અલગ બ્રાન્ડની ર૪ બોટલ મળી આવી હતી અને પોલીસે ૯૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી મેહુલ ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. જિલ્લામાં પોલીસ દ્વારા દારૃ સંદર્ભે હાથ ધરવામાં આવેલી ઝુંબેશના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે દહેગામ તાલુકાના રખિયાલમાંથી પોલીસે ર૭ર નંગ બિયર સાથે અમદાવાદ નરોડામાં રહેતા બુટલેગરને પણ ઝડપી લીધો હતો.

(5:35 pm IST)