Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હડાદ-અંબાજી હાઇવે પર ટ્રક પલ્ટી ખાતા ટ્રાફિક જમણી સમસ્યા જણાઈ

ખેડબ્રહ્મા :હડાદ અંબાજી રોડ ઉપર ઘનાપીપલી ગામ પાસે ગરનાળા ઉપર ગત રાત્રીન ટ્રક પલટી જતા તમામ વાહન વ્યવહાર બંધ થઇ જતા હડાદ ગામથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા હડાદ અંબાજી હાઈવે ઉપર ઘનાપીપલી ગામ પાસે ગરનાળા ઉપર ગઇ રાત્રીના એક ટ્રક રોડ વચ્ચેપલટી ગયો હતો. જેના કારણે અંબાજી ખેડબ્રહ્મા આવતા તેમજ ખેડબ્રહ્મા અંબાજી જતા આવતા તમામ સાધનો લાબી લાઈન લાગી ગઇ હતી અને વાહનવ્યવહાર સદંતર બંધ થઇ ગયો હતો. અન્ય વાહનો ચાલકોને અકસ્માતની જાણ ન થતા તેઓ અકસ્માતવાળી જગ્યાએથી પરત ફરી હડાદ ગામે પાછા આવી દાંતા જઇ અંબાજી પહોંચ્યા હતા જેના કારણે વાહનોવાળા હેરાન પરેશાન થઇ ગયા હતા.
 

(5:34 pm IST)