Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સુરતની ગ્લેમરસ લેડી 'ડોન’ ભૂરીની વધુ એક કેસમાં ધરપકડ : લૂંટની હતી ફરિયાદ

બીજા કેસમાં કોર્ટમાં રજૂ કરાય તેવી પણ શક્યતા

સુરત: શહેરમાં હથિયારો સાથે નીકળીને લોકોને ડરાવતી લેડી ડોન ભૂરીની પોલીસે વધુ એક કેસમાં ધરપડડ કરી છે.ભૂરી સામે એક શખ્સ પાસેથી લૂંટ કરવાની ફરિયાદ નોંધાઈ છે,ગુરુવારે તેની આ કેસમાં ધરપકડ થઈ હતી. તેને આ કેસમાં 1 દિવસના રિમાન્ડ પર મોકલાઈ હતી. તેને બીજા કેસમાં કોર્ટમાં રજૂ કરાય તેવી પણ શક્યતા છે.

    ભૂરીનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે હાથમાં તલવાર લઈ એક પાનના ગલ્લાવાળા સાથે માથાકૂટ કરતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની સાથે તેનો એક સમયનો દુશ્મન રાહુલ ઉર્ફે ગોડો પણ હતો. ભૂરી આ પાનના ગલ્લે બાઈક પર આવી હતી, અને તેણે હથિયાર બતાવી દુકાનદારને ધમકાવ્યો હતો.

   ભૂરીએ વરાછાની વર્ષા સોસાયટીમાં આવેલા પંડિત પાન સેન્ટરના માલિક બિમલેશ નામદેવને ધમકાવ્યો હતો, અને તેની પાસેથી 500 રુપિયા લઈને તે બાઈક પર ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આટલું જ નહીં, 23 મેના રોજ ભૂરીએ શાકભાજીવાળાના દીકરાને રોક્યો હતો, અને તને ધમકી આપી તેની પાસેથી બાઈક છીનવીને ભાગી ગઈ હતી.

  પોલીસે ભલે ભૂરીની લૂંટ કેસમાં ધરપકડ કરી હોય, અને હાલ તેને લોકઅપની હવા ખાઈ રહી પડી હોય, પરંતુ એટલું ચોક્કસ છે કે ભૂરીને જાણે આ બધી ઘટનાથી કોઈ ફરક પડતો જ નથી. શુક્રવારે જ્યારે આ ખૂબસૂરત લેડી ડોનને કોર્ટમાં લવાઈ ત્યારે પણ તેના દિદાર જોવા જેવા હતા. ભૂરી જાણે સેલિબ્રિટી હોય તેમ હાથ જોડી લોકોનું અભિવાદન કરી રહી હતી.

   પોલીસ ભૂરીના સાગરિતોને પણ શોધી રહી છે. જોકે, તેનો એક સાગરિત પોલીસથી બચવા હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોતાના સાગરિતો સાથે ભૂરી સુરતના વરાછા વિસ્તારમાં અવારનવાર ખુલ્લી તલવાર લઈને નીકળી પડે છે, અને પોતાની ધાક બેસાડવા લોકો સાથે ઝઘડતી રહે છે.

    ભૂરીએ હથિયાર સાથે જાહેરમાં દાદાગીરી કરી હોય તેવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ તે વરાછામાં જ હોળીના તહેવારમાં તલવાર સાથે નીકળી હતી, અને કેટલાક યુવકો સાથે તેણે ગાળાગાળી કરીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ ભૂરી ઉર્ફે અસ્મિતા લેડી ડોન તરીકે કુખ્યાત બની હતી.

ભૂરી ઉર્ફે અસ્મિતા પોતાના ગ્લેમરસ લૂકને કારણે પણ ખાસ્સી ચર્ચામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂરી મૂળ સૌરાષ્ટ્રની વતની છે, અને તે સુરતમાં પોતાના પ્રેમી સાથે લિવ-ઈનમાં રહે છે. એવું પણ કહેવાય છે કે, ભૂરી ખૂબ જ શોર્ટ-ટેમ્પર્ડ છે, અને તે નાની વાતમાં પણ ગમે તેની સાથે મોટો ઝઘડો કરી લે છે.

વરાછામાં આતંક ફેલાવનારી ભૂરી પાછી ફેસબુક પર પણ ખાસ્સી લોકપ્રિય છે. ફેસબુક પર તે પોતાના અવનવા ફોટોગ્રાફ્સ તેમજ પોસ્ટ મૂકતી રહે છે. આપને જાણીને નવાઈ લાગશે કે, ભૂરીના ફેસબુક પર 13 હજાર કરતા વધુ તો ફોલોઅર્સ છે, જે તેના ફોટોગ્રાફ્સ પર કોમેન્ટ કરતા રહે છે.

(3:41 pm IST)
  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST

  • પાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પબ્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST