Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સુરત એરપોર્ટનો રનવે લાંબો કરવાના પ્રસ્તાવને મંજૂરી :હવે 'ફુલ કેપેસિટી’થી ઉડી શકશે ફ્લાઈટ્સ

એરલાઈન્સને લૉડ પેનલ્ટી અને પેસેન્જર્સને ભાડામાં રાહત મળશે.

સુરત: સુરત એરપોર્ટનો રનવે હવે લાંબો થઇ શકશે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પ્લેન લેંડ કરવા માટે વેસુ વિસ્તારમાં એરપોર્ટના અંત સુધી 2,290 મીટરનો રનવે બનાવવાની મંજૂરી આપી છે.અહીં 1,905 મીટરનો રનવે હતો જેને લાંબો કરીને 2,290 મીટરનો કરવાનો પ્રસ્તાવ પેંડિંગ હતો તેને મંજૂરી મળી છે. આ મંજૂરીથી એરલાઈન્સને લૉડ પેનલ્ટી અને પેસેન્જર્સને ભાડામાં રાહત મળશે.

   એરપોર્ટ ડિરેક્ટર દિલીપ સંજનીએ કહ્યું કે, “ફૂલ લેન્થ રનવે ઓપરેટ કરવાની મંજૂરી અમને DGCA પાસેથી મળી ગઈ છે. 615 મીટરની જગ્યાને છોડીને આ મંજૂરી અપાઈ છે. વેસુના અંત ભાગ તરફથી લેંડ થતા એરક્રાફ્ટ માટે 2,290 મીટરનો રનવે મળશે. જ્યારે ડુમસ વિસ્તાર બાજુથી આવતા વિમાનોને પૂરો રનવે વાપરવા મળશે.”

   ડાયમંડ સિટી સુરતમાંથી ઉડતી એરલાઈન્સને ખાસ કરીને ઉનાળા દરમિયાન એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જે ‘લોડ પેનલ્ટી’ના નામે ઓળખાય છે. લોડ પેનલ્ટી મતલબ હોય તેના કરતાં ઓછી સીટ બુક થવી. ઉદાહરણ તરીકે એર ઈંડિયાની એરબસ 319 જે સુરતથી દિલ્હી જાય છે તેની ટોટલ કેપેસિટી 140 સીટની છે પરંતુ માત્ર 105 કે 106 પેસેન્જર્સને લોડ કેપેસિટીના કારણે બેસાડવામાં આવતા. જેનું કારણ છે શોર્ટ રનવે. સુરક્ષિત ટેક ઓફ કરવા માટે પેસેન્જર્સની કેપેસિટી ઓછી રખાય છે.

   શહેરના એરપોર્ટના રનવેની લંબાઈ 2250 મીટરથી વધારીને 2905 મીટર કરવામાં આવી હતી. પરંતુ સુરતથી ઉપડતી એરલાઈન્સ માત્ર 1905 મીટર રનવેનો ઉપયોગ કરી શકે છે. 185 મીટરના રનવેની મંજૂરી થોડું કામ બાકી હોવાના કારણે પેંડિંગ છે અને અન્ય 615 મીટરનો રનવે DGCAએ વેસુ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગની હાઈટના કારણે મંજૂર નથી કર્યો.

વી વર્ક ફોર એ વર્કિંગ એરપોર્ટ એટ સુરત (WWWAS)ના સભ્ય લિનેશ શાહે કહ્યું કે, “અમે લાંબા સમયથી રનવે માટે લડાઈ લડતાં હતા અને આખરે DGCA દ્વારા 2290 મીટરના રનવેની મંજૂરી આપી દેવાઈ છે. એટલે હવે એરલાઈન્સ માટેની લોડ પેનલ્ટીની સમસ્યાનો અંત આવ્યો છે. અને હવે મુસાફરોએ પણ વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે.”

WWWASના સભ્ય સંજય જૈને કહ્યું કે, “2290 મીટરનો રનવે મંજૂર થવાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ હવે સુરત એરપોર્ટથી ઉડી શકશે. હવે કેંદ્ર સરકાર તરફથી કસ્ટમ્સને મંજૂરી આપી દેવાય તો ઈંટરનેશનલ ઓપરેશન માટે સરળતા રહેશે.”a

(3:42 pm IST)