Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર રૂપિયા 2 લાખની લાંચ લેવા પ્લેનમાં ગુરુગ્રામ પહોંચ્યા જ્યાં જેલભેગા થયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઈ જગદીશ ચૌધરી જેલમાંથી બહાર આવવામાં મદદ કરવાના નામે લાંચ લેવા પ્લેનમાં ગુરુગ્રામ પહોંચ્યા હતા જ્યાં ગેસ્ટ હાઉસમાં મિટિંગ કર્યા બાદ તે સવારની ફ્લાઈટથી પરત આવવાના હતા પરંતુ સ્ટેટ વિજિલન્સ બ્યુરોની ટીમે તેમની બે લાખ રૂપિયા સાથે ધરપકડ કરી હતી.  સોમવારે ટીમે આ ઈન્સ્પેક્ટરને કોર્ટમાં રજૂ કર્યા હતો. જ્યાં કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા હતા

20 ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લાની પોલીસે તેને નકલી ડિગ્રીના કેસમાં પકડી લીધો અને રાજપીપળા લાવી હતી ત્યાં પીઆઈ જગદીશ ચૌધરીએ તેમની પાસેથી એક લાખ રૂપિયા લાંચ તરીકે લીધા હતા અને બાકીના બે લાખ રૂપિયા લેવા ગુરુગ્રામ આવ્યા હતા. જોકે આ બાબતે પહેલેથી ફરિયાદ થઈ હોય ગુરુગ્રામ પહોંચતા જ સ્ટેટ વિજિલન્સ બ્યુરો એ રવિવારે મોડી રાત્રે એક ગેસ્ટ હાઉસમાંથી તેમની ધરપકડ કરી હતી. વિજિલન્સે તેમને કોર્ટમાં રજૂ કરતા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
જાણવા મળ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા ઈન્સ્પેક્ટરની સીધી ભરતીની પરીક્ષા પાસ કર્યા બાદ જગદીશ ચૌધરીની ગુજરાત પોલીસમાં ઈન્સ્પેક્ટરની જગ્યા માટે પસંદગી થઈ હતી.  22 જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત તેઓ પીઆઈ તરીકે મુકાયા હતા ત્યારબાદ આ ઘટનામાં વિજિલન્સ પાસે એક લાખ રૂપિયા લેતા પહેલા વીડિયો અને રેકોર્ડિંગ હતા જેમાં ફરિયાદીએ વિજિલન્સના ટોલ ફ્રી નંબર પર સંપૂર્ણ માહિતી આપી હતી.જે બાદ રોહતકના ડીએસપી સુમિત કુમારને કેસની તપાસ સોંપવામાં આવી હતી.  ફરિયાદીએ પોતે રોહતકથી તપાસ કરાવવાની માંગ કરી હતી તેમ જાણવા મળ્યું છે.

(10:18 pm IST)