Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રૂંઢ ચોકડી પાસે ફોર વ્હીલ ગાડીને ટેમ્પોએ અકસ્માત કરતા ગાડીમાં બેઠેલા 6 સભ્યોને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની રૂંઢ ચોકડી નજીક એક ફોર વ્હીલ ગાડીનો ટેમ્પો સાથે અકસ્માત થતાં છ સભ્યોને ઈજાઓ થઈ હતી

મળતી માહિતી અનુસાર પ્રાનેસ રાધેશ્યામ ગુપ્તા એ આપેલી ફરિયાદ મુજબ તેમના સુરતમાં રહેતા નાના ભાઈ ઉત્તમ રાધેશ્યામ ગુપ્તા સુરતથી પોઇચા નીલકંઠ ધામ મંદિરે તેમની ફોર વ્હીલ ગાડી લઈને જતા હતા ત્યારે રૂંઢ ચોકડી પાસે એક આઇસર ટેમ્પો નંબર . MH.46 , E , 0450 ના ચાલક સામેથી પોતાનો ટેમ્પો પુર ઝડપે હકારી લાવી એક્સિડન્ટ કરી રાધેશ્યામ ગુપ્તા તથા તેમની પત્ની સંધ્યાબેન તેમના પુત્ર ગીરીરાજ ગુપ્તા તેમની દીકરી અતિકાબેન તેમના જમાઈ પંકજભાઈ સુરેશભાઈ અગ્રવાલ તથા પંકજભાઈનો છોકરો નામે કિયાઁશભાઈ ને ઈજાઓ કરતા આ તમામને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હો્પિટલમા ખસેડાયા હતા આ બાબતે રાજપીપળા પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:16 pm IST)