Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગોરા ઘાટ ખાતે માં નર્મદા મૈયાના દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સંસદીય બાબતો,  કોલસા અને  ખાણ વિભાગ અને સંસદીય કાર્ય કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ  જોષીએ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી શિશ નમાવી ધન્યતા અનુભવી હતી.

ત્યારબાદ મંત્રી પ્રહલાદભાઈ જોષીએ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે  આવેલા નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું.
મંત્રીની મુલાકાત દરમ્યાન નાયબ કલેકટર શિવમ બારીયાએ તેઓનું નર્મદા ઘાટ ખાતે સ્વાગત કર્યું હતું અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે નર્મદા ઘાટ,મહાઆરતી અને કોરિડોર વિશે જાણકારી પુરી પાડી હતી.
  આ વેળાએ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, વિક્રમભાઈ તડવી, ગૌરાંગભાઈ બારીયા, સહ પ્રાદેશિક વાહન વ્યવહાર  અને લાયઝન અધિકારી વી. ડી. આસલ વગેરે ઉક્ત મુલાકાતમા જોડાયા હતા.

(10:14 pm IST)