Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગરુડેશ્વરના શમશેરપુર પાસે મો,સા. પર જતા માતા પુત્રને ટ્રેક્ટર ચાલકે એક્સિડન્ટ કરતા માતાનું મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વરના ઉંડવા અને શમશેરપુર વચ્ચે મોસા. પર જતા ટીમરવા નિવાસી માતા પુત્રને ટ્રેક્ટર ચાલકે એક્સિડન્ટ કરતા માતાને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મંગુભાઈ પુનાભાઈ તડવી( રહે.ટીમરવા ટેકરા ફળિયું તાલુકો ગરૂડેશ્વર ) નાઓની ફરિયાદ અનુસાર ઉંડવા અને સમશેરપુરાની વચ્ચે જવાના રોડ પર ટ્રેકટર ચાલક પોતાના કબજાનુ ટ્રેક્ટર નંબર જીજે. ૨૨.એ.૪૦૬૨ ને ગફલત ભરી રીતે હંકારી ફરિયાદીના પુત્ર નિતેશભાઇની મોટરસાયકલ નંબર જીજે.૨૨.એમ. ૧૪૬૦ સાથે એકસીડન્ટ કરી પત્ની પ્રજ્ઞાબેન તથા પુત્ર નિતેશભાઇ ને મોટરસાયકલ સહિત રોડ ઉપર પાડી દઈ નિતેશભાઇને માથાના ભાગે તથા આંખ ઉપર ઈજા થયેલ તથા બંને હાથે કાંડના ભાગે ઇજા કરેલ તથા પ્રજ્ઞાબેન ને જમણા હાથે કોણીની નીચેના ભાગે તથા જમણા પડખે પાંસળીમાં ગંભીર ઈજા થયેલ, પ્રજ્ઞાબેન ને ગરુડેશ્વર સરકારી દવાખાને સારવાર કરી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ રીફર કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરતા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વાઘોડિયા ખાતે દાખલ કરેલ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કેવડીયા ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
(10:13 pm IST)