Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગરૂડેશ્વરના બોરીયા નજીક બે મોટરસાયકલ ભટકાતા ભિલવસીના ૨૨ વર્ષીય યુવાનનું મોત: બે લોકોને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરૂડેશ્વરના બોરીયા નજીક બે મોટરસાયકલ ભટકાતા ભિલવસિના ૨૨ વર્ષીય યુવાનનું મોત અને બે વ્યક્તિને ઇજા થઇ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પીપરીયાથી બોરીયા ની વચ્ચે આવેલ વળાંક પાસે મરનાર યોગેશભાઈ ગોપાલભાઈ તડવી (ઉવ.૨૨)( રહે ભીલવસિ ટેકરા ફળિયું તાલુકો ગરુડેશ્વર)નાઓ પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે.૦૬.જેઆર.૭૧૮૫ ને પૂરઝડપે હંકારી લાવી પોતાની મોટર સાયકલની આગળ ચાલતી નંબર વગરની મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ ચાલકને માથામાં આગળના ભાગે તથા પાછળના ભાગે ઈજા કરી તથા પાછળ બેસેલ વિપુલભાઈ કમલેશભાઈ તડવીને જમણા પગે ગળાના ભાગે ફેક્ચર કરી બંને મોટરસાયકલ સહીત રોડ પરથી નાળાની નીચે પડી ગયેલ તથા પોતે પણ મોટરસાયકલ સહિત નીચે પડી જઈ માથામાં પાછળના ભાગે તથા શરીરે ગંભીર ઈજા કરી પોતે પોતાનું મોત નીપજાવી ગુનો કરતા કેવડીયા ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરેલ છે

(10:09 pm IST)