Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિણીતા પર ત્રાસ ગુજારી આત્મ હત્યાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ

એકતરફી પ્રેમમાં પાગલ યુવાને સ્યુસાઇડ નોટ લખાવડાવી તેને બળજબરીથી દવા પીવડાવતા ગર્ભપાત થયો : યુવાને બાદમાં જાતે પણ દવા પી લેતા બંનેને અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિ સાથે એકલી રહેતી યુવાન પરિણીતા પાસે એકતરફી પ્રેમમાં પાગલ યુવાને સ્યુસાઇડ નોટ લખાવડાવી તેને બળજબરીથી દવા પીવડાવતા ગર્ભપાત થઈ ગયો હતો. યુવાને બાદમાં જાતે પણ દવા પી લેતા બંનેને અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગોડાદર પોલીસે દવા પીવડાનાર યુવકની ધરપકડ પણ કરી છે.જેમાં માહીતી પ્રમાણે મૂળ તેલંગણાની વતની અને સુરતમાં બે વર્ષ અગાઉ માતાપિતા પાસે ગોડાદરા પરવત ગામ બજરંગનગર પ્લોટ નં.1 માં રહેવા આવેલી ભાગ્યલક્ષ્મી ના લગ્ન જુલાઈ 2020 માં જોળવામાં એક ખાનગી કંપનીમાં ઈઆરપી મેનેજર તરીકે નોકરી કરતા અજય અશોકભાઈ બાંસાણે સાથે થયા હતા.

જેમાં શરૂઆતમાં સંયુક્ત કુટુંબમાં તેઓ રહ્યા હતા અને બાદમાં ગોડાદરા ગંગોત્રીનગર મકાન નં.133 ના પહેલા માળે ભાડાના મકાનમાં એકલા રહેવા માંડયા હતા.ભાગ્યલક્ષ્મીએ કોલેજના પહેલા વર્ષ સુધી વતનમાં અભ્યાસ કર્યો હતો ત્યારે તેની બાજુના ગામ કલ્લડાં ખાતે રહેતા દુર્ગેશ યાકૈયા બોનાગિરી સાથે ગાઢ મિત્રતા હતી.

દરમિયાન, ગત પાંચમીના રોજ ભાગ્યલક્ષ્મી ઘરે એકલી હતી ત્યારે બપોરના સમયે દુર્ગેશ વતનથી તેના ઘરે આવ્યો હતો. તે સમયે દોઢ માસની ગર્ભવતી ભાગ્યલક્ષ્મીને દુર્ગેશે હું તને પ્રેમ કરું છું કહેતા ભાગ્યલક્ષ્મીએ આમ કેમ કહે છે પૂછતાં દુર્ગેશે તું એક તારા હાથથી સ્યુસાઇડ નોટ લખ નહીં તો મારા ગામમાં ઘણા માણસો છે, જે મારા કહેવાથી તારા ભાઈને મારી નાંખશે તેવી ધમકી આપતા ભાગ્યલક્ષ્મીએ સ્યુસાઈડ નોટ લખી હતી.

સ્યુસાઇડ નોટ આંચકીને દુર્ગેશે પોતાની બેગમાંથી દવા અને સોડાની બોટલ કાઢી બે ગ્લાસ ભરી ભાગ્યલક્ષ્મીનું ગળું દબાવી પીવડાવી હતી અને પોતે પણ પીધી હતી. બંને સાંજના સમયે ઘરમાંથી અર્ધબેભાન મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઝેરી દવાને લીધે ભાગ્યલક્ષ્મીને ગર્ભપાત થઈ ગયો હતો.ભાગ્યલક્ષ્મીને ગતરોજ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેણે દુર્ગેશ વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, ગર્ભસ્થ બાળકનું મોત નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુર્ગેશને આજરોજ રજા મળતા તેની અટકાયત કરી હતી.વધુ તપાસ પીઆઈ એ.ડી.ગામીત કરી રહ્યા છે.

   
(8:49 pm IST)