Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વડોદરામાં પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખનાર હેર કટિંગ સલૂનના સંચાલક પર ત્રણ શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખનાર  હેર કટીંગ સલૂનના સંચાલક  પર ભર બપોરે ત્રણ  હુમલાખોરોએ હુમલો કર્યો હતો.ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકીને સંચાલકને લોહીલુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો ભાગી ગયા હતા.જે અંગે પાણીગેટ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે.

અકોટા અરમાન કોમ્પલેક્સમાં રહેતો મોહસીન મોહંમદનસીમ ખલીફાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું છેલ્લા બે મહિનાથી મારા મામા જીશાનશહીદ અહેમદ ખલીફા અને ગુબઝાર અહેમદ ખલીફા સાથે વતન યુ.પી.થી બે મહિનાથી  રહેવા આવ્યો છું.મેં હાલમાં જ ધો.૧૦ ની પરીક્ષા આપી છે.મારા ચાર મામા વડોદરામાં ર હે છે.મારા મામા જીશાન ભાઇના લગ્ન થયા નથી.વડોદરામાં ન્યુ એ-વન ના નામે  હરે કટીંગ સલૂન ચલાવે છે.જે દુકાનો મચ્છીપીઠ, ફતેપુરા અલીફનગર, ફતેપુરા, પાણીગેટ ડબી ફળિયાના નાકે છે.મારા મામા  જીશાન અગાઉ હાથીખાનાની દુકાનમાં કામ કરતા હતા.પરંતુ, હાલમાં  પાણીગેટ ડબી ફળિયાના નાકે હેર કટીંગ સલૂનનું કામ કરે છે.હું  પણ તેમની સાથે જઉં છું.આ દુકાન સલીમભાઇ મચ્છીવાળા પાસેથી ભાડે રાખી છે.સલૂનની અંદર અને બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાવ્યા છે.આજે સવારે સાડા નવ વાગ્યે હું અને મારા મામા બંને સ્કૂટી પર બેસીને અકોટાથી  પાણીગેટ આવ્યા હતા.હું અને મારા મામા જીશાન ગ્રાહકોના વાળ  કાપતા હતા.બપોરે સાડા ત્રણ વાગ્યે હું અને મારા મામા એક ગ્રાહકના વાળ કાપતા હતા.તે સમયે  દુકાનમાં ત્રણ વ્યક્તિઓ એકદમ ઘુસી આવ્યા હતા.તે પૈકી એક વ્યક્તિએ મારા મામા જીશાન પર છરાના ઉપરાછાપરી ઘા ઝીંકવા માંડયા હતા.અન્ય બે વ્યક્તિઓએ પણ પથ્થર વડે માર મારવાનું ચાલુ કરતા દુકાનમાંથી  ગ્રાહકો ભાગવા લાગ્યા હતા.મેં જોરજોરથી બૂમો  પાડતા ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા.આ હુમલામાં મારા મામાના માથા, ખભા, બંને  હાથના  પંજા પર  ડાબા કાને, કમરમાં ડાબી બાજુ તેમજ જમણા પગમાં ઘુંટણ  પર ઇજા પહોંચી હતી.

(7:31 pm IST)