Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વડોદરા:રેલવેમાં દારૂની હેરાફેરી કરનાર એક શખ્સને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

વડોદરા: ચંદીગઢ-ગોવા સંપકક્રાન્તી ટ્રેનમાં મુસાફરી કરનાર શખ્સને પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .પોલીસે દારૂનો જથ્થો બે મોબાઇલ ફોન સહિત કુલ  રૂ.34040નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક દ્વારા રેલ્વે ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થવાની શકયતાઓ અનુસંઘાને ટ્રેનોમાં તેમજ પ્લેટફોર્મ ઉપર વઘુમાં વઘુ પેટ્રોલીગ રાખી આવી પ્રવૃતિ અટકાવવા સારૂ ખાસ સુચનાઓ આપવામાં આવી છે. જે અનુસંઘાને પો.ઇન્સ. એલ.સી.બી. ની સુચના અને માર્ગદર્શન મુજબ ગઈકાલે પોલીસ કર્મીઓ વોચ પેટ્રોલીંગમાં હતા. તે સમયે એક શખ્સ શંકાસ્પદ ટ્રોલી બેગ સાથે નજરે ચડયો હતો. પોલીસે તેની પુછતાછ કરતાં શરદકુમાર વસંતરાવ માલેકર ( મુળ રહે - ખેડા / હાલ રહે - આણંદ) હોવાનું બહાર આવ્યું હતું.  ટ્રોલી બેગની તલાસી દરમ્યાન તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 27840 ની કિંમતની  96 બોટલો મળી આવી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ સયાજીગંજ પોલીસ મથકે પ્રોહિબિશનના બે અલગ અલગ ગુના નોંધાયા છે.

(7:28 pm IST)