Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સુરતના અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય તરુણીનું અપહરણ કરી ગર્ભવતી બનાવી દેનાર દંપતીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

સુરત:બે વર્ષ પહેલાં અમરોલી વિસ્તારમાં પોતાની દુકાનમાં કામ કરતી 17 વર્ષીય તરૃણીનું કારમાં અપહરણ કરી યુ.પી. વતનમાં લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપી દંપતિને એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે આરોપી પતિને બળાત્કારના ગુનામાં આજીવન કેદ,રૃ.1 લાખ દંડ તથા દંડ ન ભરે તો  વધુ બે વર્ષની કેદ તથા ગુનામાં મદદગારી કરનાર આરોપી પત્નીને 10 વર્ષની સખ્તકેદ,રૃ.5 હજાર દંડ તથા ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી છે.

અમરોલી વિસ્તારમાં સાંઈ ફેશનની દુકાનમાં એક વર્ષથી કામ કરતી 17 વર્ષીય તરૃણીને  તા.2-8-20ના રોજ આરોપી દુકાનદાર અશ્વિની ઉર્ફે રોનક ત્રિવેણી ગુપ્તા તથા તેની પત્ની પાર્વતીબેન (રે.સહયોગ એપાર્ટમેન્ટ,અમરોલી)એ લગ્નની લાલચે ફોર વ્હીલ ગાડીમાં યુ.પી.વારાસણીના વતનમાં લઈ ગયા હતા.જ્યાં ત્રણ માસ દરમિયાન ડાફી ગામમાં ભાડાના મકાનમાં રહીને ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપી અશ્વિન ઉર્ફે રોનક ગુપ્તાએ ભોગ બનનાર સાથે એકથી વધુવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.જે અનવોન્ટેડ ગર્ભને પાછળથી કોર્ટની પરવાનગીથી ગર્ભપાત કરાવવો પડયો હતો.

તરૃણીની માતાએ દંપતી વિરુધ્ધ અપહરણ, વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવા બદલ પોક્સો એકટના ભંગ અંગે ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાવી હતી. કેસ કાર્યવાહીમાં દંપતીએ મિલકત પચાવવાના બદહેતુથી ફરિયાદીએ હાલની ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરીને ગુનામાં સંડોવણી કરી હોવાનો બચાવ લીધો હતો. તરૃણીને પંકજ યાદવ નામના છોકરા સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે ેપોતાની મરજીથી ભાગી જવાની હકીકતને છુપાવવા આરોપી દંપતિ વિરુધ્ધ વધારાનું નિવેદન પાછળથી ઉભું કર્યું છે.

(7:25 pm IST)