Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જિગ્નેશ મેવાણીને ફરી વાર ઝટકો લાગ્યો: જામીન અરજી રદ : 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલાયા

જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે મહિલા પોલીસ કર્મી દ્વારા એસ્કોર્ટ કરવા દરમિયાન છેડછાડ અને અભદ્ર ભાષાનો પ્રયાગ મામલે રજૂ કરવામાં આવ્યા હતા

અમદાવાદ :ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મંગળવારે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે મહિલા પોલીસ કર્મી દ્વારા એસ્કોર્ટ કરવા દરમિયાન છેડછાડ અને અભદ્ર ભાષાનો પ્રયાગ મામલે રજૂ કરવામાં આવ્યા હતા. જિગ્નેશ મેવાણી પર લાગેલા આરોપની સુનાવણી કરતા બારપેટા સીજેએમ કોર્ટે તેમની જામીન અરજી રદ કરી દીધી હતી. સાથે જ કોર્ટે મેવાણીને 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

, આસામના કોકરાઝાર કોર્ટમાંથી જિગ્નેશ મેવાણીને જામીન મળી ગયા હતા. તેના તુરંત બાદ પોલીસે મેવાણીને અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિગ્નેશ મેવાણીને બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પર પોલીસકર્મી સાથે છેડછાડ કરવા અને તેમની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.  આ અગાઉ જિગ્નેશ મેવાણી પર પીએમ મોદી વિરુદ્ધ વિવાદીત ટ્વિટ કરવાને લઈને ધરપકડ થઈ હતી. આસામ પોલીસે મેવાણીને ગુજરાતમાંથી ધરપકડ કરીને લઈ ગઈ હતી. આ મામલામાં મેવાણી ત્રણ દિવસ સુધી પોલીસ રિમાંડમાં હતા.

જિગ્નેશ મેવાણીમાં નોંધાયેલ ફરિયાદ વિરુદ્ધ આઈપીસીની કલમ 120 બી સહિત કેટલીય કલમો લગાવામાં આવી છે. તેમના પર ભાજપ અને આરએસએસ તથા પીએમ મોદી વિરુદ્ધ વિવાદીત તથા આકરા શબ્દોમાં ટિપ્પણી કરવાનો આરોપ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા જ મેવાણીએ વિવાદીટ ટ્વિટ કર્યું હતું, જેના પર પોલીસે એક્શન લીધી છે. 

(7:02 pm IST)