Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વિદ્યાસહાયકની ચાલુ ભરતીમાં જગ્‍યાઓ વધારાની માંગ સાથે ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન

અમદાવાદ, તા. રપ : હાલમાં રાજ્‍યમાં ૧૯૦૦૦ જેટલા શિક્ષકો ની ઘટ છે ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા ફક્‍ત ૩૩૦૦ વિદ્યાસહાયકની જાહેરાત આપવામાં આવતા ટેટ પાસ ઉમેદવારો માં ભારે અસંતોષ ની લાગણી ફેલાયેલ છે.ટેટ પાસ ઉમેદવારો નો કહેવું છે કે રાજ્‍ય સરકાર દ્વારા દર વર્ષે ૩૦૦૦ જેટલા વિધ્‍યાસહાયક ની ભરતી કરવામાં આવેલ હતી પરંતુ હાલ માં છેલ્લા ૫ વર્ષ જેટલા સમય ગાળા માં રાજ્‍ય સરકાર દ્વારા વિધ્‍યાસહાયકની ભરતી કરવામાં આવેલ નથી.તો રાજ્‍ય સરકાર દ્વારા ૧૫૦૦૦ જેટલા વિદ્યાસહાયકની ભરતી થવી જોઈએ પરંતુ રાજ્‍ય સરકાર દ્વારા ફક્‍ત ૩૩૦૦ વિદ્યાસહાયક ની ભરતી ની જાહેરાત કરવામાં આવતા લગભગ ૧.૫ લાખ જેટલા ટેટ પાસ ઉમેદવારોમાં રોષ ની લાગણી ફેલાઈ છે.
આ બાબતે છેલ્લા ૧ મહિનાથી ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે.જેના અનુસંધાને આજે રાજ્‍ય ના જુદા જુદા વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે આવી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ હતા.અને જ્‍યાં સુધી એમની માંગણી સ્‍વીકારવામાં નહિ આવે ત્‍યાં સુધી આંદોલન ચાલુ રાખવાની સરકાર ને ચીમકી પણ આપવામાં આવેલ હતી.(તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ)

 

(4:06 pm IST)