Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

CBSE દ્વારા ધો.૧૦-૧૨ ટર્મ-રની પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતમાં ૮પ હજાર મળી સમગ્ર દેશમાં ૩પ લાખ પરીક્ષાર્થીઓ કસોટી આપશે

રાજકોટ, તા., ૨૬: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજયુકેશન  (CBSE) ની ધો.૧૦-૧૨ની બોર્ડની ટર્મ-રની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.
સમગ્ર દેશમાં ધો.૧૦ના ર૧ લાખ અને ધો.૧રના ૧૪ લાખ મળી કુલ ૩૫ લાખ વિદ્યાર્થીઓ કસોટી આપશે. CBSE બોર્ડ  દ્વારા કોવીડની માર્ગદર્શીકાને લઇને તમામ પરીક્ષા કેન્‍દ્રો ઉપર યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા તાકીદ કરવામાં આવી છે.
CBSEની ધો.૧૦ ની ટર્મ-રની પરીક્ષા ૭૪૦૬ સેન્‍ટર ઉપર લેવાઇ રહી છે. જયારે ધો.૧૨ની પરીક્ષા સમગ્ર દેશમાં ૬૭૨૦  સેન્‍ટર ઉપર લેવાઇ રહી છે. ધો.૧૦માં કુલ ૨૧૧૬૨૦૯ અને ધો.૧૨ માં ૧૪૫૪૩૭૦ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

 

(4:04 pm IST)