Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સાબરકાંઠામાં તો માત્ર ૫.૬૫ પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ૧૪૧ ડેમોમાં ૩૭.૩ ટકા પાણી હોવાનો રીપોર્ટ

ગંભીર જળસંકટ : ગુજરાતના ૧૩ જિલ્લાના ડેમ ખાલીખમ

નર્મદા ડેમમાં પણ ૫૦ ટકા કરતા ઓછું પાણી : કચ્‍છના ૨૦ ડેમમાં માંડ ૧૪.૨૧ ટકા તો ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૯ાા ટકા પાણી બચ્‍યું છે

રાજકોટ તા. ૨૬ : ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક સ્‍થિતિ બતાવતા પરિણામે રાજયમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્‍યતાઓ વર્તાઇ છે.

રાજયના જળાશયોમાં માત્ર ૫૩ ટકા જ પાણીનો જથ્‍થો નોંધાયો છે. જયારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્‍યુ છે. એટલે કે હજી તો ઉનાળો આખો લેવાનો બાકી છે ત્‍યાં જ અત્‍યારથી ડેમના તળિયા દેખાવા લાગ્‍યા છે.

રાજયના ᅠકુલ ૨૦૭ ડેમમાં ૩૯ ટકા જેટલું પાણી બચ્‍યું છે. જયારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત ૧૩ જિલ્લાનાᅠડેમᅠખાલી છે. આમ વાત કરીએ કચ્‍છના ૨૦ ડેમની તો તેમાં વાપરવા માટે ૧૪.૨૧%ᅠજ પાણી બચ્‍યું છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં વાપરવાનું ૯.૪૮% જ પાણી બચ્‍યું છે.

આ સાથે મધ્‍ય ગુજરાતના ૧૭ ડેમોમાં વાપરવાનું ૪૩.૦૩% જ પાણી બચ્‍યું છે. તેમજ દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં વાપરવાનું ૫૯.૧૨% અને સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં વાપરવાનું ૩૭.૦૩% જ પાણી બચ્‍યું છે.ᅠ

સૌથી વધુ વિકટ પરિસ્‍થિતિ કચ્‍છ અને ઉત્તર ગુજરાતની થશે કારણ કે કચ્‍છ જિલ્લાના ડેમમાં માત્ર ૧૪.૨૧% પાણીનો જથ્‍થો સંગ્રહ છે. આ સાથે ઉત્તરᅠગુજરાતᅠપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર ૯.૪૮% જેટલો પાણીનો જથ્‍થો સંગ્રહિત છે. ᅠઉત્તર ગુજરાતમાં ૪ જિલ્લાના જળાશયોમાં સાબરકાંઠા જિલ્લાના જળાશયોની સ્‍થિતિ વિકટ છે. સાબરકાંઠામાં માત્ર ૫.૬૫% પાણીનો જથ્‍થો સંગ્રહિત છે. મહેસાણા જિલ્લાની સ્‍થિતિ થોડી સારી જોવા મળી રહી છે.ᅠ

સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં પાણીના સંગ્રહના આંકડા સામે આવ્‍યા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં હાલ ૩૭.૦૩% પાણીનો જથ્‍થો સંગ્રહિત છે.પાણીનો જથ્‍થો છે તેને જોતાં સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં પાણીની સમસ્‍યા સર્જાવાની શક્‍યતા જોવાઇ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાણીનો સંગ્રહ ૪૦ ટકાથી ઓછો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં પાણીનો સંગ્રહ ઓછો છે તે જિલ્લામાં પાણી સમસ્‍યા માટે સરકારે અત્‍યારથી જ નક્કર પગલાં લેવા પડશે નહીંતો આગામી મહિનાઓમાં પાણીની સમસ્‍યા ઉદ્‌ભવી શકે છે.

(3:58 pm IST)