Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પત્રકારની નોકરી છુટી જવાના કિસ્સામાં ફેડરેશન તરફથી પત્રકારને આર્થિક મદદ આપવામાં આવશેઃ મનોજ શિંદે

સુરતમાં પત્રકાર ફેડરેશનની રચના, પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયોઃ નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્રો ઍનાયતઃ વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિ : સામનાના તંત્રી મનોજ શિંદે, સંદેશ સુરતના નિવાસી તંત્રી પ્રસન્ન ભટ્ટ, ધબકારના તંત્રી નરેશ વરિયા, ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રી, લોકતેજના તંત્રી કુલદીપ સનાઢય, વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક વિક્રમ સહિતના પત્રકારોની ઉપસ્થિતિમાં યોજાયો સમારોહ : રાજય અને દેશના પત્રકાર સંઘો સાથે સમન્વય સાધી અને તેના થકી પત્રકારોના પ્રશ્નોનો ઉકેલ લાવેઃ વિક્રમભાઈ વકીલ : અખબાર કે પત્રકાર કોઈ નાના- મોટા હોતા નથીઃ નરેશભાઈ વરિયા : વર્તમાનપત્રોની પ્રતિષ્ઠા તેના આંકડાઓમાં નહિ તેના સિધ્ધાંતો પર હોય છેઃ કુલદીપભાઈ સનાઢયજર્નાલીસ્ટ ફેડરેશનને આગળ વધારવા સૌઍ ખભેખભા મિલાવી મહેનત કરવી પડશેઃ મનોજભાઈ મિસ્ત્રી : પત્રકારોઍ ઍકજુથ બનીને રહેવું જાઈઍ, આ ફેડરેશન પત્રકારોના હિતનો અવાજ બનશેઃ પ્રસન્નભાઈ ભટ્ટ

સુરત,તા.૨૪ઃ વર્તમાન પત્રોમાં છપાતા સમાચારો કે ટી વી રેડિયો પર પ્રસારિત થતી ખબરો અને ચર્ચાઓ લોકો પર ઍક અસર છોડતા હોય છે ત્યારે પત્રકારની જવાબદારી સત્યને સામે લાવવાની હોય છે તેવા સુરત શહેરના વિવિધ અખબાર સાથે સંકળાયેલા પત્રકારોના સંગઠનનું પ્રથમ સ્નેહમિલન સમારોહ પિપલોદ સ્થિત હોટેલ ક્રિસ્ટલ પેલેસ ખાતે ફેડરેશનના પ્રમુખ મનોજભાઈ શીંદેનાં પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યું હતું.  નવા વરાયેલા હોદ્દેદારો અને કારોબારી સદસ્યોને નિમણૂંક પત્રો ઍનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ આમંત્રિત મહેમાનોઍ પ્રાસંગિક પ્રવચનમાં પત્રકારોઍ સંગઠિત થઈને પોતાની સમસ્યા અને સંગઠનના માધ્યમથી ઉકેલ લાવવાની શીખ આપી હતી.

આ અંગે વધુ વિગતો મુજબ ન્યાયતંત્ર. વહીવટ તંત્ર અને વિધાન મંડળને લોકશાહીના ત્રણ સ્થંભો માનવામાં આવ્યા છે તો વિશ્વાસનીયતા અને જવાબદારી ના આધારે મીડિયાને પણ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે નવાજવામાં આવ્યો છે મીડિયાને આ માનવંતુ સ્થાન મળ્યું છે કારણ કે તે સમાજનો આયનો છે વર્તમાન પત્રોમાં છપાતા સમાચારો કે ખબરો અને ચર્ચાઓ લોકો પર ઍક અસર છોડતા હોય છે આજના તેજ ગતિથી ભાગી રહેલા યુગમાં પણ બહુધા લોકો સવારમાં ઉઠતાની સાથે જ અખબાર હાથમાં લઈને દેશ-દુનિયામાં શું નવાજૂની બની છે તેને જાણવાની ઈંતેજારી અચૂક રાખતા હોય છે. ત્યારે પત્રકારની જવાબદારી સત્યને સામે લાવવાની હોય છે પોતાનો જીવ જોખમમાં મૂકીને કેટલાક કિસ્સાઓમાં પણ પત્રકાર કોઈ લાલચને વશ ન થઈ પોતાની ફરજ બજાવતો હોય છે. ત્યારે સુરત શહેરમાં પત્રકારો માટે જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સુરતની કેટલાક સમય પહેલા રચના કરવામાં આવી હતી સંજોગોવસાત કોરોના કાળમાં સ્નેહમિલનનું આયોજન કરી શકાયું ન હતું જેનું પ્રથમ સ્નેહમિલન સમારોહ  પિપલોદ સ્થિત હોટલ ક્રિસ્ટલ  પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું.
વધુમાં જર્નાલિસ્ટ ફેડરેશનના વિવિધ હોદ્દેદારોની નિયુકિત કરવામાં આવી હતી.આ પ્રસંગે કાર્યક્રમમાં વિવિધ માધ્યમના ૧૦૦થી વધુ પત્રકારો. ફોટોગ્રાફરો. વીડિયોગ્રાફરઓ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનું  સંચાલન ઝંખનાબેન પારેખે કહ્નાં હતું.
આ પ્રસંગે સિનિયર પત્રકાર તેમજ કટાર લેખક વિક્રમભાઈ વકીલે ફેડરેશન રાજ્યના અને દેશના અન્ય પત્રકાર સંઘો સાથે સમન્વય સાધે અને ઍના થકી પત્રકારોના પ્રશ્નોનો રાજ્ય અને કેન્દ્રના સ્તરે ઉકેલવા જોઈઍ ઍમ કહ્નાં હતું
ગુજરાત ગાર્ડિયન ના તંત્રી  મનોજભાઇ મિસ્ત્રીઍ પ્રાસંગિક પ્રવચનમાં કહ્નાં કે ભૂતકાળમાં ઘણાં સંગઠનો બન્યા પણ અત્યારે બંધ થયા છે જર્નાલિસ્ટ ફેડરેશન સફળતાપૂર્વક આગળ વધે તે માટે સૌઍ સાથે મળીને ખભે ખભા મિલાવીને ઊંચાઈઓ સર કરવા માટે મહેનત કરવી પડશે ઍમ કહી તેમની શુભેચ્છા પાઠવવા સાથે પત્રકારોના ઉત્થાન માટે કાર્ય કરવા કહ્નાં હતું.
ધબકાર ના તંત્રી  નરેશભાઈ વરિયાઍ પ્રાસંગિક પ્રવચનમાં અખબાર કે પત્રકાર કોઇ નાના મોટા હોતા નથી ફેડરેશન પત્રકારો ઉપરાંત  માધ્યમના  અન્ય કર્મચારીઓને પણ ભવિષ્યમાં આવરી લે તેવી ઇચ્છા વ્યક્ત કરવા સાથે સફળતાનો શુભ સંદેશ આપી ઊંચાઈના શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી
આ પ્રસંગે  સંદેશના સુરતના નિવાસી તંત્રી પ્રસન્નભાઈ ભટ્ટે કાર્યક્રમને અનુરૂપ વિવિધ દ્રષ્ટાંતો આપી પત્રકારોને ઍકજૂટ રહેવાની શીખ આપી હતી તેમને ફેડરેશન પત્રકારોના હિતનો અવાજ બનશેની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત લોકતેજ અખબારના તંત્રી  કુલદીપભાઈ સનાઢય ઍ કહ્નાં કે વર્તમાન પત્રોની પ્રતિષ્ઠા તેના આંકડાઓ નહીં તેના સિદ્ધાંતો પર હોય છે સાથે પત્રકારોને સંગઠિત થવા પર હાકલ કરી હતી અને પત્રકારો લોકો માટે લડાઈ લડે અને સમસ્યા માટે અવાજ ઉઠાવે તે માટે વર્તમાન સમયમાં ખૂબ જરૂર છે ઉપરાંત આ કાર્યક્રમમાં તમામ આમંત્રિત મહેમાનોઍ વર્તમાન સ્થિતિમાં પત્રકારત્વ અને કઈ રીતે પત્રકારોઍ સંગઠિત થઈને કામ કરવું જોઈઍ તે અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું . 
ફેડરેશનના પ્રમુખ  મનોજભાઈ શીંદે ઍ ફેડરેશન અંગે તથા આગામી આયોજનો અંગે તમામ ઉપસ્થિત પત્રકારોને માર્ગદર્શન અને માહિતી આપી હતી આ સાથે જ ભવિષ્યની કેટલીક યોજનાઓની જાહેરાત કરી હતી તેમને વિશેષમાં તમામ પત્રકારો માટે મેડીકલ વીમો લેવા વિચારાધીન હોવાનું તેમજ કોઈ પત્રકારની નોકરી છૂટી જાય છે તો તે સમય દરમિયાન તેને આર્થિક રીતે મદદરૂપ થવા માટેના ફેડરેશન તરફથી યોગ્ય પ્રયાસો કરવામાં આવશે ઍવી વિશેષ જાહેરાત કરી હતી જે ઉપસ્થિત ફેડરેશનના તમામ પરિવારના સભ્યોઍ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પરીવાર ના તમામ સભ્યોની મહેનત અને તેમની કામગીરીનો શબ્દોમાં અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 
કાર્યક્રમની સફળતાથી તમામનો ઉત્સાહ બેવડાયો છે હજુ ફેડરેશનનો  પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌ સભ્યો ઉત્સાહ અને ઉમંગ થી સહકાર આપશે તો સંઘને વટવૃક્ષ બનતાં કોઇ  રોકી શકશે નહીં નો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે તેજસ મોદીઍ આવકાર સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના અંતે શ્વેતા સિંહે આભારવિધિ વ્યકત કરવા સાથે ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ઝંખનાબેન પારેખે કર્યું હતું.

(3:42 pm IST)