Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશન ગુજરાત સર્કલ દ્વારા અમદાવાદ ખાતે પેન્‍શન વિભાગના તથા BSNL ગુજરાત સર્કલના અધિકારીઓનું મોમેન્‍ટો દ્વારા સન્‍માન

રાજકોટ તા. ર૬: ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશન ગુજરાત સર્કલ બ્રાંચ દ્વારા ડીપાર્ટમેન્‍ટ ઓફ ટેલીકોમના પેન્‍શન વિભાગના ગુજરાત રીજીનના મુખ્‍ય અધિકારી સી.સી.એ ડો. કમલ કપૂર, ડેપ્‍યુટી સી.સી.એ ગુંજન મિશ્રા, જોઇન્‍ટ સી.સી.એ વી. બાબુ, આસીસ્‍ટટ સી.સી.એ શ્રી નીતિન સિંહા તથા BSNL ના ગુજરાત સર્કલના ચીફ જનરલ મેનેજર શ્રી સંદીપ સાવરકર, શ્રીમતી નિલમ સિંઘલ જી.એમ. એચ. આર. તથા શ્રી ડી. પી. શર્મા જી.એમ. ફાયનાન્‍સનું અમદાવાદ ખાતે AIBDPA ગુજરાત સર્કલના પેટર્ન શ્રી જે.જી. નાયક, સર્કલ પ્રેસિડેન્‍ટ શ્રી એન. એન. પટેલ, સર્કલ સેક્રેટરી તથા સેન્‍ટ્રલ હેડ કવાટર્સના સંગઠન મંત્રી મનુભાઇ ચનિયારા શ્રી એમ. એમ. સૈયદ, શ્રી જે. ટી. સંઘવી સર્કલ ઓફીસ બ્રાંચના ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી શ્રી એચ. સી. પરમાર, શ્રી એચ. ડી. રાણા વિગેરે આગેવાનોએ AIBDPA ગુજરાત સર્કલ બ્રાંચ વતી મોમેન્‍ટો તથા શાલ અર્પણ કરી સન્‍માન કરેલ હતું.

એજ રીતે જુનાગઢના BSNL ના અધિકારી DGM શ્રી ભારતસિંહા, IFA તથા C.A.O દિપ્‍તી જૈન, C.A.O. TRA શ્રી જે. ડી. ભટ્ટ, AGM શ્રી પી. કે. જોશીનું આ સર્કલ સેક્રેટરી શ્રી એચ. એસ. યુધા, ગુજરાતના સંગઠનમંત્રી શ્રી એચ. ડી. છત્રાળા ડીસ્‍ટ્રીકટ પ્રેસિડેન્‍ટશ્રી ડી. આર. વાછાણી, ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી શ્રી કે. બી. વ્‍યાસ, ડીસ્‍ટ્રીકટ ટ્રેઝરર શ્રી એન. કે. રાઠોડ, ડીસ્‍ટ્રીકટ પેટર્ન શ્રી કે. એમ. જોશી, શ્રી એ. એચ. રાઠોડ વિગેરે આગેવાનોએ AIBDPA ગુજરાત સર્કલ બ્રાંચ વતી મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરેલ. AIBDPA ગુજરાત સર્કલ સેક્રેટરી મનુભાઇ ચનિયારાએ જામનગર-રાજકોટના BSNL ના જનરલ મેનેજર શ્રી યોગેશકુમાર ભાસ્‍કરની મુલાકાત લીધેલ તેમની સાથે AIBDPA ના રાજકોટના ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી એ. કે. હિંડોચા, રાજકોટના ડીસ્‍ટ્રીકટ પ્રેસિડેન્‍ટ શ્રીમતી એન. બી. સોલંકી તથા શ્રી વિનોદ લાલકીયા જોડાયેલ અને જામનગર-રાજકોટના BSNL ના જનરલ મેનેજરશ્રી યોગેશકુમાર ભાસ્‍કર AIBDPA ગુજરાત સર્કલ બ્રાંચ વતી મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરેલ હતું.

(3:02 pm IST)