Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

તમે સૌ માતાપિતાની આજ્ઞામાં રહી. ન્યાય નીતિ અને સદાચારને માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખજો. : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના શાસ્ત્રી તૃતીય વર્ષના ઋષિકુમારોનો સમાવર્તન સંસ્કાર સમારંભ યોજાયો

અમદાવાદ તા. ૨૫ સમાવર્તન સંસ્કાર પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ  આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે આપણી સનાતન સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું જતન થાય અને સ્વામિનારાયમણ સંપ્રદાયનું ગૌરવ વધે તે માટે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થયેલ છે. તેમાંય શાસ્ત્રી કક્ષાના વિદ્યાર્થીઓ તો અમારા ગુરુકુલનું ગૌરવ છો.
આપ સર્વે અહીંથી શાસ્ત્રીનો અભ્યાસ પૂર્ણ કરી બહારના ક્ષેત્રમાં જઇ રહ્યા છો ત્યારે તમે સૌ માતાપિતાની આજ્ઞામાં રહી. ન્યાય નીતિ અને સદાચારને માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખજો.
આ ગુરુકુલ સંસ્થામાં તમે ઘણા વરસો રહી વિદ્યાભ્યાસ સાથે સંસ્કાર મેળવેલ છે તે જાણવી રાખજો ગુરુકુલ અને સંતોને ક્યારેય ભૂલશો નહીં સમાવર્તન.
સમાવર્તિત ઋષિકુમારો ----
1.ભટ્ટ જયદિપ, 2. ભટ્ટ જયદેવ, 3.ભટ્ટ પાર્થકુમાર, 4.બોહરા નિકુલ, 5. ચિભડીયા કિરન, 6.દવે ખુશવંત, 7.દવે લખનકુમાર, 8.જોષી ભાર્ગવ, 9.દવે તેજસ, 10. જોષી દર્શન, 11.જોષી હર્ષ, 12. જોષી શ્રેયસ્, 13.ખડેવાલ ક્રિશ્ન, 14. રાવલ દેવર્ષિ, 15.રાવલ સમર્થ, 16.સાંકળિયા દેવાંગ, 17.ઠાકર આર્ય, 18 ઠાકર અત્રિ, 19 ત્રિવેદી ભાવિન, 20.ત્રિવેદી કૃતાર્થ, 21. તીર્થસ્વરૂપદાસજી સ્વામી, 22. પ્રેમસ્વરુપદાસજી સ્વામી. સભા સંચાલન શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ સંભાળેલ.                               

 

(1:43 pm IST)