Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગુજરાતમાં જુની પેન્શન યોજના દાખલ કરવા તથા પડતર પ્રશ્નો માટે ૯-પ-રર ના ગાંધીનગરમાં ધરણા થશે

ગુજરાત રાજય સંયુકત મોરચાનું ઍલાન

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૬ :  ગુજરાત રાજયના જુદા જુદા ૧૯ જેટલા સંઘોના કર્મચારીઅો દ્વારા બનાવાયેલા ગુજરાત રાજય સંયુકત મોરચા દ્વારા પેન્શનની જુની યોજના લાગુ કરવા તથા પડતા પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા. ૯-પ-૧૧ ના ગાંધીનગર મુકામે ધરણાની જાહેરાત થઇ છે.

મોરચાના રાજય પ્રમુખશ્રી દિગ્વીજયસિંહ જાડેજા તથા મહામંત્રી કિરીટસિંહ ચાવડા દ્વારા જણાવાયેલ કે પડતર પ્રશ્નોના નિરાકરણ તથા જુની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે ૧૮ર ધારાસભ્યોને આવેદન પત્ર તથા જુદા જુદા વિભાગોને રજુઆતો પછી પણ પ્રશ્નોના ઉકેલાતા ૯-પ-રર ના ઘરણા જાહેર કર્યા છે.  જુની પેન્શન યોજના લાગુ કરવી, ફીકસ પગારનો કેસ સુપ્રીમમાંથી પરત ખેîચી ફીકસ પગારની પ્રથા રદ કરવી, શૈક્ષણિક કર્મચારી  સિવાયના કર્મીઅોને ૧૦,ર૦,૩૦ વર્ષના ઉ.પ.ધો. આપવા, પગાર પંચના બાકી હા તુરત આપવા તથા પ્રાથમિક શિક્ષકોની નોકરી સળંગ ગણવા સહિતના મુદ્દાઅો અંગે લડત ચાલે છે. જેમાં ઉગ્ર બનાવવા ધરણા થશે.

(1:27 pm IST)