Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગરમીમાં ઠંડીનો નશો કરાવશે વ્‍હિસ્‍કી આઇસ્‍ક્રીમ

રમ અને વ્‍હિસ્‍કી ફલવર્ડ આઇસ્‍ક્રીમના દરેક ટબમાં ૦.૫ ટકાથી પણ ઓછો ઓલ્‍કોહોલ ઉપયોગમાં લેવાયો છે : લોકોની પસંદગીને જોતા બજારમાં વ્‍હીસ્‍કી, આદુ, મરચાનો પણ આઇસ્‍ક્રીમ બનાવ્‍યો

સુરત,તા. ૨૬: ઉનાળાની ગરમીમાં આઇસક્રીમ કુલ્‍ફી અને ગોળા તો સૌકોઈને ભાવતા જ હોય. એજ રીતે શિયાળા વ્‍હિસ્‍કી પણ લોકોની પ્રિય હોય છે પણ ઉનાળાની ગરમીમાં વ્‍હિસ્‍કી પીવાની ઈચ્‍છા થાય અને આઈસક્રીમ ખાવાનું માં થાય તો શું કરવું? જો તમે પણ આવું વિચારતા હોય તો સુરતમાં હવેથી વ્‍હિસ્‍કી ફ્‌લેવરનો આઇસક્રીમ મળશે. વ્‍હિસ્‍કી આઇસક્રીમ  લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વ્‍હિસ્‍કી ફ્‌લેવરનો આઇસક્રીમ બનાવવાના વિચાર વિષે આઇસક્રીમ વિક્રેતાઓ કહે છે કે, લોકોની પસંદગીને જોતા બજારમાં વહીસ્‍કી, આદુ, મરચાનો પણ આઈસ્‍ક્રીમ બનાવ્‍યો છે. લોકો વ્‍હિસ્‍કી આઈસ્‍ક્રીમની પાછળ જબરદસ્‍ત માંગ કરી રહ્યા હતા. જેના કારણે લોકો વ્‍હિસ્‍કી આઈસ્‍ક્રીમ ખાવા દૂર દૂરથી આવી રહ્યા છે.  આદુ, મરચાનો આઈસ્‍ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ દુકાનદાર લીલા મરચા લે છે ત્‍યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લે છે. તેના પર મિલ્‍ક ક્રીમ નાખીને આ બધાને એક સાથે મિક્ષ કરીને તેના રોલ તૈયાર કરે છે. મજાની વાત એ છે કે દુકાનદાર ચિલી આઈસક્રીમ રોલને સર્વ કર્યા પહેલા તેની ઉપર કાચા લીલા મરચાની ટોપિંગ પણ કરે છે. જયારે હવે લોકોની માંગને ધ્‍યાનમાં રાખીને વ્‍હિસ્‍કી આઇસક્રીમ બનાવવામાં આવ્‍યો છે.

રમ અને વ્‍હિસ્‍કી ફ્‌લેવર્ડ આઈસ્‍ક્રીમના દરેક ટબમાં ૦.૫ ટકાથી પણ ઓછો ઓલ્‍કોહોલ ઉપયોગમાં લેવાયો છે. આ આઈસ્‍ક્રીમના એક બોક્‍સની કિંમત લગભગ ૫૦૦ રૂપિયા છે. આઈસ્‍ક્રીમ અને આલ્‍કોહોલનું આ કોમ્‍બિનેશન બંને ફ્‌લેવર્સના નાના-નાના ટબમાં પણ ઉપલબ્‍ધ છે. આ આઈસક્રીમ ‘આલ્‍કોહોલિક'છે એટલે તેને ‘એડલ્‍ટ આઈસ્‍ક્રીમ' પણ કહેવામાં આવી રહ્યો છે. આ આઈસક્રીમ ખાતા જ લોકોને હળવી ખુમારી મહેસૂસ થશે. પરંતુ તેને નશો ચડશે નહીં.

(10:51 am IST)