Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

કલોલ મામલતદાર કચેરીના મામલતદાર સહિત ત્રણ કર્મચારીઓ ૨.૬૦ લાખની લાંચ લેતાં ઝડપાયા

ડો. મયંક મહેન્‍દ્રભાઈ પરમાર,ᅠપ્રવિણ મૂળજીભાઈ પરમાર,ᅠ નિખિલ કિશોરભાઈ પાટીલ સામે એસીબીની કાર્યવાહી

રાજકોટ તા.૨૬ : કલોલ મામલતદાર કચેરીના મામલતદાર સહિત ત્રણ કર્મચારીઓ ૨.૬૦ લાખની લાંચ લેતાં ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.ડો. મયંક મહેન્‍દ્રભાઈ પરમાર,ᅠ પ્રવિણ મૂળજીભાઈ પરમાર,ᅠ નિખિલ કિશોરભાઈ પાટીલ સામે એસીબીએ કાર્યવાહી કરી છે.
ફરીયાદી એક જાગૃત નાગરીકે આરોપીઓᅠડો. મયંક મહેન્‍દ્રભાઈ પરમાર, મામલતદાર, વર્ગ-૨, મામલતદાર કચેરી, કલોલ ,ᅠ પ્રવિણભાઈ મૂળજીભાઈ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-૩ મહેસૂલ શાખા, મામલતદાર કચેરી, કલોલ ,ᅠ નિખિલ કિશોરભાઈ પાટીલ, (ઓપરેટર આઉટસોર્સ) ઈ-ધરા શાખા, મામલતદાર કચેરી, કલોલᅠ સામેᅠ રૂ.૨,૬૦,૦૦૦ ની લાંચની માંગણીની ફરિયાદ કરી હતી.ᅠ
ᅠઆᅠ ગુનાના કામે ફરીયાદીના શેઠે મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્‍ટમાં વેચાણની ૨૩ એન્‍ટ્રી કરાવવા સારૂ અરજી કરેલ જેમાં આરોપી નં. (૧) દ્વારા એન્‍ટ્રી દીઠ રૂ.૧૨,૦૦૦ લેખે કુલ રૂ.૨,૭૬,૦૦૦ની માંગણી કરવામાં આવેલ. જે રકઝકના અંતે રાઉન્‍ડ ફીગર રૂ.૨,૫૦,૦૦૦ નક્કી થયેલ, ઉપરાંત ઈ-ધરામાં રૂ.૧૦,૦૦૦ની રકમનો વધારો કરી કુલ રૂ.૨,૬૦,૦૦૦ની માંગણી કરેલ.
ᅠજે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી નં. (૧) નાએ ફરિયાદીને આરોપી નં.(ર) નાઓને લાંચના નાણાં આપવાનું કહેતા, ફરિયાદી આરોપી નં.(૨) ને મળેલ અને આરોપી નં.(ર) નાએ આરોપી નં. (૩) ને બોલાવી ફરિયાદી પાસેથી લાંચના નાણાં આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) ના કહેવાથી લાંચના નાણાં રૂ.૨,૬૦,૦૦૦ સ્‍વીકારી પકડાઈ જઈ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ. જે પૈકી આરોપી નં.(૧) તથા (૩) નાઓ પકડાઈ ગયેલ છે. આરોપી નં.(ર) નાઓ મળી આવેલ નહીં.ᅠ
ᅠ ટ્રેપ કરનાર અધિકારીᅠ તરીકે એચ. બી. ચાવડા, પો. ઈન્‍સ.,ᅠ ગાંધીનગર એસીબી પો.સ્‍ટે.ᅠ સુપરવિઝન અધિકારી  એ. કે. પરમાર, મદદનીશ નિયામક, એસીબી ગાંધીનગર એકમ હતા.

 

(10:36 am IST)