Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

આજની સભા માત્ર ટ્રેલર છે, પિકચર હજુ બાકી છે ગુજરાતના હિત સિવાય કોઇ જ ઉદ્દેશ નથી : હાર્દિક પટેલ

યુવક કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બી.વી.શ્રીનિવાસની ઉપસ્‍થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુવા સ્‍વાભિમાન સંમેલન યોજાયું

રાજકોટ તા.૨૬ : તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુવા સ્‍વાભિમાન સંમેલનને કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ હાર્દિક પટેલે સંબોધન કર્યું હતું. આ તકે હાર્દિક પટેલે જણાવ્‍યું કે,હું ગુજરાતના યુવાનોની શક્‍તિ અનેᅠ ચિંતા ને સમજી શકું છું કેમ કે હું યુવાન છું. આજની સભા માત્ર ટ્રેલર છે પિક્‍ચર હજુ બાકી છે. ગુજરાત ના હિત સિવાય કોઈ જ ઉદ્દેશ નથી.
આ સંમેલનમાં યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ બી.વી. શ્રીનિવાસ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:26 am IST)