Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાજ્યમાં આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમી : રહેશે :હીટવેવની હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં આગામી 4 દિવસ દરમ્યાન તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પણ પહોંચી શકે

અમદાવાદ :રાજ્યમાં આગમી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોને આગામી ત્રણ દિવસ અગનભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરી છે. જે દરમ્યાન તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થઇ શકે છે. જ્યારે કે અમદાવાદમાં આગામી 4 દિવસ દરમ્યાન તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 28મી એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.

(12:28 am IST)