Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સુરત સેવન સ્ટાર ટીજીબી હોટેલમાં એકાઉન્ટન્ટ મેનેજર જીવંત રાવતની સ્ટોર કીપરના મેનેજરે હત્યા: ખુલાસો

પોલીસે આરોપી પાસેથી સવા ચાર લાખ જેટલી રોકડ રકમ કબ્જે કરી મૃતક જીવંત રાવત રૂપિયા 23 લાખની રકમ લઈ બેંકમાં જમા કરવા જઈ રહ્યો હતો

સુરત સેવન સ્ટાર ટીજીબી હોટેલમાં એકાઉન્ટન્ટ મેનેજર જીવંત રાવતની હત્યામાં ખુલાસો થયો છેકે  સ્ટોર કીપરના મેનેજર દ્વારા હત્યા કરવામાં આવી છે.પોલીસે આરોપી પાસેથી સવા ચાર લાખ જેટલી રોકડ રકમ કબ્જે કરી છે.. મૃતક જીવંત રાવત રૂપિયા 23 લાખની રકમ લઈ બેંકમાં જમા કરવા જઈ રહ્યો હતો

જે દરમ્યાન સ્ટોર કીપર મેનેજર વીરેન ઉર્ફે વાહીદ સૈની દ્વારા બેઝમેન્ટમાં બોલાવી હત્યા કરી દેવામાં આવી હતી ,.આ હત્યામાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે.. આરોપી અને મૃતક ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર એલ.એલ.પી.માં કામ કરી રહ્યા હતા. મૃતક જીવંત રાવત છેલ્લા સાત વર્ષથી  હોટેલમાં એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો.

(12:25 am IST)