Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

દાહોદના કાળીડેમમાં ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા : ત્રણનો આબાદ બચાવ :એક વિદ્યાર્થીનું મોત

એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા : તમામ વિદ્યાર્થીઓના પગ લપસતા તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા : સ્થાનિકોએ ત્રણને બચાવી લીધા

દાહોદના કાળીડેમમાં 4 વિદ્યાર્થીઓ ડૂબવાની ઘટના સામે આવી છે..જેમાંથી સ્થાનિકોએ ત્રણ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. પણ બદનસીબે એક વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મળતા અહેવાલ પ્રમાણે આ તમામ વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. તો બીજી તરફ એન્જિનિયરીંગ કોલેજના આ છ વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. તેઓ કાળી ડેમ પાસે ફરવા ગયા હતા

 આ તમામ વિદ્યાર્થીઓના પગ લપસતા તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ વિદ્યાર્થીઓ ડેમમાં પડી ગયાની જાણ સ્થાનિક રહેવાસીઓને થતા તેમણે ભારે જહેમતથી ત્રણ વિદ્યાર્થીઓને બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું

(11:38 pm IST)