Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાજપીપળા નવા ફળિયામાં નજીવી બાબતે બોલાચાલી થતા ચપ્પુ મારી ઇજા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નવા ફળિયામાં નજીવી બાબતે ફડિયના એક મિત્ર સાથે બોલાચાલી થતા મિત્રએ ચપ્પુ મારી દેતા ઇજા થતાં ગુનો દાખલ થયો છે

  મળતી માહિતી મુજબ ફરિયાદ આપનાર રાજુભાઈ છોટુભાઈ માછી( ઉં.વ .૫૫) (  રહે - રાજપીપલા નવા ફળીયા કોળીવાડ તા - નાંદોદ જી,નર્મદા )ના જણાવ્યા મુજબ તેઓ ફળીયામાં ચાલવા માટે ગયા બાદ પરત ઘરે આવતા આવતા રોનકભાઈ બુધાભાઈ માછી તેના ઘરમાં બેઠેલ હોય જેથી તેને  તુ કેમ અહિયાં બેઠો છે તેવું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તેના ખિસ્સામાનું ચપ્પુ રાજુભાઈ ને ડાબી આંખની ભ્રમર ઉપરના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાખી ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે રોનક માછી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

 

(10:31 pm IST)