Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક રાજપીપળા ખાતે મૌન ધરણા - વિરોધ પ્રદર્શન યોજાયું

(ભરત શાહ દ્વારા) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા "લોકશાહી બચાવો" " *સંવિધાન બચાવો" ની માંગ સાથે મૌન ધરણા - વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાજપીપળાના ગાંધી ચોક ખાતે રાખવામાં રાખવામાં આવ્યો હતો જેમાં નાડોદા ધારાસભ્ય પી.ડી વસાવા ,કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ કોંગ્રેસ સેવાદળ ના ઉપ પ્રમુખ ચંદ્રેશભાઇ સહિના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

સવારે 11 થી 2 વાગ્યા સુધી લોકશાહી બચાવો" " *સંવિધાન બચાવો" ની માંગ આજનો આ મૌન ધરણાં કાર્યક્રમ ગાંધી ચોક ખાતે યોજાયો જેમાં જેમા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સેવાદળ, NSUI, યુથ કોંગ્રેસ, તથા મહિલા કોંગ્રેસ અને તમામ સેલના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

 

(10:29 pm IST)