Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઇ જગદીશ ચૌધરી લાંચમાં પકડ્યા :હરિયાણાથી પત્ર આવતા જાણ થઇ :DSP

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાલમાં ટૂંકા ગાળામાં મુકાયેલા પીઆઈ જગદીશ ચૌધરીની હરિયાણા ખાતે એન્ટી કરપ્સન બ્યુરો એ લાંચમાં ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે

આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબેએ જણાવ્યું કે હમણાં હરિયાણાથી પત્ર આવ્યો તેના દ્વારા ખબર પડી કે ટાઉન પીઆઈ ચૌધરીની લાંચ કેસમાં ધરપકડ થઈ છે વધુમાં પોલીસ વડા એ જણાવ્યું કે બોગસ માર્કશીટ કૌભાંડ મામલે હરિયાણા તપાસ બાદ ચારસીટ પણ દાખલ થઈ ગઈ હતી ત્યારે હાલ આ પત્રમાં લાંચની કેટલી રકમ હતી અને બાકી શું હકીકત છે એ જાણી શકાયું નથી પરંતુ પત્ર આવ્યા બાદ હવે અમે અમારા લેવલની આગળની કાર્યવાહી કરીશું.

 

(10:27 pm IST)