Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાજપીપળામાં ભૂગર્ભ ગટરની કામગીરી અટકી જતા રસ્તા ક્યારે બનશે તેવા ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા માં છેલ્લા એકાદ વર્ષથી ભૂગર્ભ ગટર સહિતના વિકાસના કામો થઈ રહ્યા છે જેમાં હોળી પર્વમાં રજા પર ગયેલા મજૂરો લાંબા સમયથી પરત ન આવતા ગટરનું કામ અટકી જતાં તેના કારણે હાઇવે ઉપર બનતા માર્ગની કામગીરીમાં પણ બ્રેક વાગી છે જ્યારે બીજો બાજુ ગામના જે જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઇ ગયું છે ત્યાંના માર્ગો ઉબડ ખાબડ હોવાથી અકસ્માત સહિત પગપાળા જવામાં તકલીફ પડતા રસ્તા ક્યારે બનશે તેવા સવાલ લોકોમાં ઉઠ્યા છે

જોકે આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ એ જણાવ્યું કે મજૂરો હોળી નો પર્વ મોટો ગણતા હોય એ માટે વતનમાં ગયા હતા કામગીરી ચાલુ થઈ ગઈ છે અને શહેર ના માર્ગો બાબતે પણ ટેન્ડર પ્રક્રિયા થઈ છે ટુંક સમય માં રસ્તા પણ બની જશે.

 

(10:26 pm IST)