Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સુરતમાં ફેસબુક પર મિત્ર બની યુવતીએ યુવાન પાસેથી ગિફ્ટના બહાને 2.81 લાખ પડાવી લેતા ફરિયાદ

સુરત: શહેરની સરદાર માર્કેટ નજીક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાન સાથે વાયા ફેસબુક વ્હોટસએપ ઉપર મિત્રતા કર્યા બાદ પોતાની ઓળખ યુકેની વતની તરીકે આપી એક યુવતીએ ગિફ્ટ આપવાના બહાને યુવાન પાસેથી જુદાજુદા ચાર્જીસના નામે રૂ.૨.૮૧ લાખ પડાવી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા લંબે હનુમાન રોડ લેન્ડમાર્ક મરઘાકેન્દ્ર કિરણ પાર્ક સોસાયટી બી/૩૮ માં રહેતો ૨૩ વર્ષીય ગોપાલ વાલજીભાઈ ગાંગાણી સરદાર માર્કેટ ભાગ્યોદય સોસાયટી ખાતે માહી નામના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. છ માસ અગાઉ તેના કુટુંબી ભાઈ દિલીપ ગાંગાણીએ ફેસબુક ઉપર યુકેની એક યુવતી સાથે મિત્રતા કરી હતી. દિલીપને અંગ્રેજીમાં ફાવટ ન હોય તેણે ગોપાલને યુવતી સાથે વાતચીત કરવા કહેતા ગોપાલ તેની સાથે વાત કરતો હતો. તે દરમિયાન તે યુવતીએ પોતાનો વ્હોટ્સએપ નંબર ગોપાલને આપતા બંને એકબીજા સાથે વાત કરતા હતા.

(5:25 pm IST)
  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશે : વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. access_time 4:07 pm IST

  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST