Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વડોદરામાં મચ્છરની અગરબત્તીના કારણે મધરાત્રે ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી: ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

વડોદરા: શહેરમાં ગોરવાના ફરસાણના ગોડાઉનમાં ગઈ મધરાતે લાગેલી આગના બનાવોને પગલે ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા.

ગોરવાના તુલસી કોમ્પ્લેક્સ ખાતે આવેલા રીયલ નમકીનના ગોડાઉનમાં ગઈ મધરાતે લાગેલી આગનું કારણ મચ્છરની અગરબત્તી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં ગોડાઉનમાં મુકેલા અનાજ અને નમકીનનો મોટો જતો હોમાઇ ગયો હતો. જ્યારે તૈયાર ફરસાણનો જથ્થો પણ લપેટાયો હતો. ફાયરબ્રિગેડના જવાનો હોય ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

(5:22 pm IST)