Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમદાવાદ એરપોર્ટ પર બેગમાં શંકાસ્પદ વસ્તુઓ લઇ ગયા તો ખેર નહી:સ્કેનિંગ સુરક્ષા કડક બનશે

આધુનિક સ્કેનરમાં 360 ડિગ્રીમાં રેટેટ કરશે એટલે કે ચારેય બાજુ લગેજના તમામ ખુણાઓનું સ્કેનીંગ થશે.

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર વધતી દાણચોરીને અટકાવવા હવે એરપોર્ટ પર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિદેશના એરપોર્ટની જેમ હવે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર બેગેજ સ્કેનીંગ માટે હાઇટેક થ્રીડી ટેકનોલોજી ધરાવતુ એક્સ-રે મશીન લગાવવામાં આવશે જ્યાં મુસાફરો બગેજેમાં શંકાસ્પદ ચીજવસ્તઓ સંતાડીને લાવ્યો હશે તો તુરંત પકડાઇ જશે. આ સ્કેનર એરપોર્ટ પર આગામી ત્રણ મહિનામાં ઇન્સ્ટોલ કરી દેવાશે.

  અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર વાર્ષિક 84.48 લાખ અને ઇન્ટરનેશનલ પર 26.91 લાખ મુસાફરોની આવનજાવન છે ત્યારે ડોમેસ્ટિક એરપોર્ટ પર ચેકઇન એરિયામાં 30 કરોડના ખર્ચે બેગેજ સ્કેનીંગ માટે થ્રીડી સ્કેનર મશીન લગાવાશે. આ આધુનિક સ્કેનરમાં બેગેજને 360 ડિગ્રીમાં રેટેટ કરશે એટલે કે ચારેય બાજુ લગેજના તમામ ખુણાઓનું સ્કેનીંગ થશે.

  આમ બેગેજના કોઇપણ ખૂણે ચીજવસ્તુઓ હશે તેનું સ્કેનીંગ થશે. હાલમાં જે સ્કેનર છે તે જૂના છે જેથી બેગેજમાં મુસાફરે લીકર બોટલ, ઇલેકટ્રોનીક્સ ડિવાઇસીસ મુકેલા હોય તો જ સ્કીનમાં દેખાય છે. બાકીની ચીજવસ્તુઓનો તમારે અંદાજ લગાવવાનો હોય છે. આમ ઘણી વખત આ સ્કેનરમાં પ્રતિબંધીત વસ્તુઓ પણ ક્લીયર થઇ જાય છે જેથી હવે આ હાઇટેક સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો છે તેવુ એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગાંગલે જણાવ્યુ હતું તેમણે વધુમાં એમપણ જણાવ્યુ હતુ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ એરાઇવલમાં આ સ્કેનર લગાવવામાં આવશે. આમ કુલ ત્રણ સ્કેનર લગાવવામાં આવશે.

(11:13 am IST)