Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમદાવાદ આરટીઈ હેઠળ ઓનલાઈન પ્રવેશના ૪૦ હજાર ફોર્મ ભરાયા:૬ મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ

અમદાવાદ :રાઈટ ટુ એજ્યુકેશન' હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ માટે વાલીઓમાં મોટી સંખ્યામાં ધસારો જોવાયો છે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨૦,૦૦૦ અને અમદાવાદ ગ્રામ્યમાં પણ ૨૦,૦૦૦ કરતા વધુ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભરાયેલા આશરે ૪૦,૦૦૦ ફોર્મમાંથી ૩૦,૦૦૦થી વધુ ફોર્મ ડીઈઓ - ડીપીઈઓના માધ્યમથી એપ્રુવ પણ કરી દેવાયા છે.

આરટીઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનો ગુરૂવારે આખરી દિવસ હતો. ત્યારે ફોર્મની કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ નિયત રીસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવવા જરૂરી હતી. તેની સમય મર્યાદા ૨૬ એપ્રિલથી વધારીને ૨૯ એપ્રિલ કરી દેવાઈ છે. સાથે જ ૧ મે સુધીમાં તમામ ઓનલાઈન જમા કરાવાયેલા ફોર્મની ડીઈઓ - ડીપીઈઓના માધ્યમથી ચકાસણી કરીને એપ્રુવ કરવાના રહેશે.

  ત્યારબાદ ૬ના રોજ બાળકોને સ્કુલ પ્રવેશ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે અને જે તે શાળા ખાતે વાલીઓએ ૧૩ મે સુધીમાં તમામ દસ્તાવેજ સાથે હાજર થઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે હાલ મળી રહેલા આંકડા મુજબ આશરે ૧,૮૦,૦૦૦ જેટલા ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી ભરવામાં આવ્યા છે. સાથે જ સરકાર દ્વારા ૧,૧૭,૦૦૦ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવશે.

(12:59 am IST)
  • દુષ્કર્મ કેસમાં આસારામ પુત્ર નારાયણ સાંઈ દોષિત જાહેર : ૩૦મીએ સજાનુ એલાન થશે : સુરતની કોર્ટે સંભળાવ્યો ચુકાદો access_time 1:22 pm IST

  • લોકતંત્ર એક ઉત્સવ છે : ફરી કાશીના લોકોના આર્શીવાદ મળ્યા : વારાણસીમાં ફોર્મ ભર્યા બાદ નરેન્દ્રભાઈનું નિવેદન : કાશીવાસીઓનો માન્યો આભાર access_time 3:04 pm IST

  • ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ :નવ રાજ્યોની 71 બેઠકો પર સાંજથી પ્રચાર પડઘમ બંધ :29મીએ થશે મતદાન ;મહારાષ્ટ્ર્ની 17, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, જમ્મુ કાશ્મીરની એક,અને ઝારખંડની 3 સીટ માટે થશે મતદાન access_time 1:06 am IST