Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

શ્રમજીવીઓને જ્યાં છે ત્યાં જ રહેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો

ગામ કે વતન જવા ન નિકળવા સૂચન કરાયું : લોકડાઉનની સ્થિતિમાં સરકાર ઉદ્યોગોમાં કામ કરી રહેલા શ્રમજીવી-કારીગરના ખાવાપીવાની ચિંતા કરી છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ,તા. ૨૬ : રાજયમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સામગ્રી તેમના સુધી પહોંચાડશે તેવી ખાતરી આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી અને સાથે સાથે તમામ મજૂરો, શ્રમજીવીઓ અને ગરીબ પરિવારોને લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોતાના વતન કે દેશમાં પગપાળા જવાના બદલે હાલ તેઓ જયાં હોય ત્યાં સ્થાયી રહેવા અને કોરોના વાઇરસના સંક્રમણથી બચવા ખાસ અપીલ કરી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, શ્રમજીવીઓ અને તેમના બાળકોના પરિવારના આશ્રય અને ગુજરાન માટે જીવન રૂરી ચીજવસ્તુઓ તેમના સુધી પહોંચાડવા અને તેમની તકલીફોનું નિવારણ કરવા માટે જીઆડીસીના આગેવાનો, કારખાનાના માલિકો, સંસ્થાઓ, એસોસીએશનો અને તંત્રએ બેઠક યોજી તેઓને સમજાવવા જોઇએ અને કોરોના વાઇરસની આવી ગંભીર પરિસ્થિતિમાં તેમને એક સ્થળેથી બીજા સ્થળે જતા અટકાવીએ અને તેમના આરોગ્યની ચિંતા કરીએ.

        મુખ્યમંત્રીએ બાબતે ખાસ ધ્યાન દોર્યું કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હજુ પણ લોકો શાકભાજી, દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે ટોળા અને ભીડ સ્વરૂપે ઉમટી રહ્યા હોઇ તેને બહુ ગંભીર પરિસ્થિતિ કહી શકાય. કોરોના વાઇરસના સંક્રમણને નાથવા સોશ્યલ ડિસ્ટન્સનો હેતુ જળવાતો નથી, તેથી તમામ શાકભાજી માર્કેટ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસને પણ આવી ભીડ અને ટોળાની પરિસ્થિતિ ટાળવા સૂચના અપાઇ છે. લોકોએ તેમના વિસ્તારના દુકાનો કે શાકભાજીના રિટેલરનો સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો અને શાકભાજી માર્કેટ સુધી લાંબા નહી થવા અપીલ કરાઇ હતી. બીજીબાજુ, અમદાવાદ જિલ્લામાં ૨૨ સ્થળો પર કવોરન્ટાઇન વ્યવસ્થા ઉભી કરવાનું સ્થાનિક વહીવટી તંત્ર આયોજન હાથ ધરાયું છે.

        ખાસ કરીને, પાંચ હજાર લોકોને કવોરન્ટાઇન અને આઇસોલેશન રાખવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. આવા ૨૨ જેટલા શાળા-કોલજોની હોસ્ટેલ કે સંકુલોને આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. લોકલ ટ્રાન્સમીશનથી કોમ્યુનીટીમાં જતા વાર ના લાગે તેથી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર એકદમ હાઇએલર્ટ પર આવી ગયું છે અને તેના ભાગરૂપે નિર્ણય લેવાયો છે. દરમિયાન હોલસેલ માર્કેટમાં

હોલસેલ-રિટેલ માર્કેટમાં ભીડ નહીં કરવા અનુરોધ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની લોકોને અપીલ

અમદાવાદ, તા. ૨૬ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના પગલે લોકડાઉનની જાહેર થયેલી સ્થિતિમાં રાજ્યના નાગરિકો અને પ્રજાને અપીલ કરી છે કે, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે હોલસેલ માર્કેટમાં કે શાકમાર્કેટમાં કે રિટેલર્સ પાસે ખરીદી કરવા જઈ ભીડ કરવાની રૂ છે. તેમણે સ્પષ્ટપણે અનુરોધ કર્યો છે કે તેમના ઘરની નજીકમાં વેપારી પાસેથી સરળતાથી તમામ ચીજો મળી શકે છે. ટેલિફોનથી ઓર્ડર આપે અને ઘેર બેઠા ડિલિવરી મેળવે તે રૂરી છે.

(8:43 pm IST)
  • સ્પેને ચીનથી કોરોના ટેસ્ટની ૬,૪૦,૦૦૦ ટેસ્ટીંગ કીટ ચીનથી મંગાવી access_time 6:06 pm IST

  • પરમ પીશાચીય કૃત્ય અફઘાનિસ્તાનમાં શીખ શ્રદ્ધાળુઓના અંતિમ સંસ્કાર સમયે પણ બ્લાસ્ટ થયા : અફઘાનિસ્તાનમાં ગઈકાલે શીખ ગુરૂદ્વારામાં થયેલ આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલ લોકોના અંતિમ સંસ્કાર સમયે તે જગ્યાએ પણ બ્લાસ્ટ થયા : ભારતીય દુતાવાસ સતત સંપર્કમાં : એસ. જયશંકર : ગઈકાલે ૨૫ શીખ શ્રદ્ધાળુઓના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા હતા access_time 4:31 pm IST

  • ઓનલાઇન ટિકિટ લેનાર યાત્રિકોને રેલવે તંત્રની સૂચના : ટિકિટ કેન્સલ કરાવશો તો રકમ ઓછી મળવાની શક્યતા : 14 એપ્રિલ સુધી તમામ ટ્રેનો રદ થઇ હોવાથી આપોઆપ રિફંડની રકમ તમારા ખાતામાં જમા થઇ જશે access_time 1:35 pm IST