Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોના તકેદારી: રાજપીપળા શહેરની સાંકળી ગલીઓમાં પણ હેન્ડ પમ્પ વડે સેનેટાઈજેસન કરાયું

પાલીકા ટિમ દ્વારા અગાઉ મોટા વાહન મારફતે મુખ્ય માર્ગો પર સેનેટાઈજેસન કર્યા બાદ સાંકળી ગલીઓમાં સેનેટાઈજેસનની માંગ ઉઠી હતી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલીકા દ્વારા લગભગ આખા શહેરમાં સેનેટાઈજેસનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શરૂઆતમાં રાત્રી દરમિયાન મુખ્ય માર્ગો પર સેનેટાઈજેસન કરાયું હતું જેથી કેટલાક લોકોએ એવી પણ રજુઆત કરી કે નાની શેરીઓમાં ક્યારે થશે..? 

 આ બાબતે ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે પાલીકા દ્વારા પહેલા ભીડભાળ વાળા વિસ્તારોને પ્રાથમિકતા અપાઈ હતી માટે આ કામગીરી ત્યાં પૂર્ણ કર્યા બાદ આખા શહેરમાં કરવા માટે પ્લાનિંગ કર્યું હતું પરંતુ મોટા વાહનો સાંકળી ગલીઓમાં જઈ ન શકે માટે નવા હેન્ડ પમ્પ મંગાવી હાલ મોટા ભાગના વિસ્તારોમાં આ કામગીરી અમારી ટીમે પુરી કરી છે.

(6:06 pm IST)