Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સુરતના આરકેટી માર્કેટ યાર્ડ નજીક 60 વર્ષીય શખ્સનું કોરોનથી મૃત્યુ નિપજતા આસપાસના વિસ્તારમાં ક્વોરેન્ટાઇનના બોર્ડ લગાવવામાં આવ્યા

સુરત: શહેરના આરકેટી માર્કેટમા કામ કરતા 62 વર્ષીય કોરોના પોઝિટિવ વ્યક્તિનું મૃત્યુ થયું છે. અત્રે નોંધનીય છે કે આરકેટી માર્કેટમાં કામ કરતાં વેપારી છેલ્લા 15 દિવસોથી ટેક્સટાઈલ માર્કેટમાં અવરજવર કરતા હતા. 

જેના કારણે તેમના સંપર્કમાં આવેલા અન્ય વેપારીઓ તથા કારીગર વર્ગને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે આરકેટી માર્કેટ નજીક ડુંભાલ પરવટ ગામમાં આવેલી નેમિનાથ સોસાયટીમા રહેતા 17 ટેક્સટાઇલ વેપારીઓની યાદી સુરત મહાનગરપાલિકાને સત્તાધીશોને આપવામાં આવી છે.

જેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નેમિનાથ સોસાયટીના ગેટ પર ક્વોરન્ટાઈન વિસ્તારના બોર્ડ આજથી લગાવી દેવામાં આવ્યા છે જેથી આરકેટી માર્કેટની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા 17 વેપારીઓના પરિવારોને હાલમાં ક્વોરન્ટાઈનના 14 દિવસનો સમયગાળા દરમિયાન ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.

(5:54 pm IST)
  • સુરતમાં કોરોનાના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા ૮ ના પેન્‍ડીંગ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો access_time 12:53 pm IST

  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST

  • જી-ટ્વેન્ટી દેશોની વિડીયો કોન્ફરન્સ બેઠક શરૂ થવા તૈયારી : ચીન અને રશિયા જોડાશે : કોરોના અંગે ચર્ચા : નરેન્દ્રભાઈ ભાગ લેશે access_time 4:31 pm IST