Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ખેતી, વેપાર, ઉદ્યોગ માટે કેન્દ્ર ઉપરાંત રૂપાણી સરકાર રાહત-સહાય આપશે

અમૂક ઉદ્યોગો લાંબો સમય બંધ રહેવાથી મશીનરીને નુકશાન

રાજકોટ તા. ર૬ : ગુજરાતમાં કોરાના વાઇરસને કારણે સર્જાયેલ સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી સહાય-પેકેજ જાહેર થાય તેનો લાભ મળશે. તે ઉપરાંત રાજયની રૂપાણી સરકાર દ્વારા પણ કેટલીક રાહત-સહાય આપવામાં આવે તેવા નિર્દેષ છ.ે

રાજય સરકારે અત્યારે કોરાનાથી બચાવ અને રાહત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. બચાવ-રાહતની કામગીરી પૂરી થયા બાદ પુનઃ સ્થાપનની કામગીરી હાથ ધરાશે ખેડૂતોને ધીરાણ પછુ આપવાની મુદતમાં વધારો બિયારણ માટે સહાય વગેરે પગલા લેવાશે. નાના-મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત વેપારીઓને સરકારી નાણા ચૂકાવવાની મુદતમાં વધારો, દંડનીય વ્યાજ માફી આર્થિક સહાય વગેરે મળવાની આશા છે ટેક્ષ અને બેંકીંગ ક્ષેત્રને આવરી લઇને રાહત-સહાયની યોજના બનાવાશે. હાલ ગુજરાતમાંથી સેંકડો કારીગરો-શ્રમજીવીઓ પોતાના વતન રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર વગેરે રાજયોમાં ચાલ્યા ગયા છે તેને પરત બોલાવીને વેપાર-ઉદ્યોગ પુનઃ ધબકતા કરવાનો સરકાર માટે મોટો પડકાર છે અમૂક ઉદ્યોગોમાં મશીનરી લાંબો સમય બંધ રહે તો મશીનરીને નુકશાન થાય તેવી ટેકનિકલ સ્થિતિ છે કોરાનોએ રાજયના લગભગ તમામ ઉદ્યોગ-ધંધા ઠપ્પ કરી દીધા છે. અનેક વેપારીઓના માલ અને નાણા અટવાઇ ગયા છે ર૧ દિવસના લોકડાઉન પછી સરકારી સહાય તરફ આશાભરી મીટ છે.

(3:48 pm IST)
  • રાજકોટમાં આઈસોલેશનમાં રખાયેલ કોરોનાના ૧૧ શંકાસ્પદોના રીપોર્ટ નેગેટીવ આવ્યા : કોરોના સંદર્ભે રાજકોટમાં આજે સવારે ૧૧ વ્યકિતઓને આઈસોલેશનમાં રખાયેલ હતા જે તમામના લોહીના નમૂનાની તપાસ થતાં આ ૧૧ વ્યકિતઓમાંથી કોઈને કોરોના નહિં હોવાનું જણાયુ હતું : આ તમામ ૧૧ શંકાસ્પદોના રીપોર્ટ નેગેટીવ આવ્યાનું મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે access_time 4:28 pm IST

  • સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST

  • યુરોપમાં કોરોનાના ૨,૫૦,૦૦૦ લાખ કન્ફર્મ કેસો થયા access_time 6:04 pm IST