Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

લોકડાઉનની સ્‍થિતીમાં રાજ્‍યમાં તૈયાર ખાદ્ય લોટ-દાળની સપ્‍લાઇ ચેઇન વિઘ્‍ન વિના જળવાઇ રહે તે માટે વિજયભાઇ રૂપાણીએ ફલોર મિલ્‍સ-પલ્‍સ મિલ્‍સ સંચાલકો સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી

જિલ્લા કલેકટરો-જિલ્લા તંત્રોને આપ્‍યું માર્ગદર્શન

અમદાવાદ,તા.૨૬: મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્‍થિતીમાં જાહેર થયેલા ર૧ અકિલા દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્‍તુ સરળતાએ મળે તે વ્‍યવસ્‍થા સુનિશ્‍ચિત કરવા માટે ૪ મહાનગરોના કનિદૈ લાકિઅ ફલોર મિલ્‍સ-પલ્‍સ મિલ્‍સ સંચાલકો સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી હતી.

વિજયભાઇ અકીલા રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને  પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્‍લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકિદ કરી હતી. મુખ્‍યમંત્રીએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે હાલની  સ્‍થિતીમા ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે.

આ હેતુસર ફલોર અને પલ્‍સ મિલ્‍સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્‍ય રાજયોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્‍ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો.

તેમણે ફલોર મિલ્‍સ-પલ્‍સ મિલ્‍સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્‍ટ માઇલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્‍ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી.

મુખ્‍યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્‍યકિતઓને પાસ ઇસ્‍યુ કરવાની પણ તાકીદ કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ રાજયના આવા જે ફલોર મિલ્‍સ-પલ્‍સ મિલ્‍સ સંચાલકો અન્‍ય રાજયોમાં સપ્‍લાય કરે છે તે પણ જળવાઇ રહે અને અન્‍ય રાજયોના નાગરિકોને પણ કોઇ દુવિધા ન રહે તે જોવા આ મિલ સંચાલકોને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે રાજય સરકાર ફલોર મિલ્‍સ-પલ્‍સ મિલ્‍સ સંચાલકો માટે પ્રવર્તમાન સ્‍થિતીમાં જરૂરી ગાઇડલાઇન્‍સ અને પ્રોટોકોલ તત્‍કાલ તૈયાર કરીને જિલ્લાતંત્રોને પહોચાડશે અને સંપૂર્ણ વ્‍યવસ્‍થા કોઇ જ વિધ્‍ન વિના સુપેરે ચાલે તેવી વ્‍યવસ્‍થા ગોઠવશે.

આ વિડીયો કોન્‍ફરન્‍સ બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના તથા દાહોદના ફલોર-પલ્‍સ મિલ્‍સ સંચાલકો જોડાયા હતા. મુખ્‍યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, સહકાર સચિવ મનિષ ભારદ્વાજ, અન્ન-નાગરિક પુરવઠા સચિવ મોહમદ શાહિદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:07 pm IST)
  • સ્પેને ચીનથી કોરોના ટેસ્ટની ૬,૪૦,૦૦૦ ટેસ્ટીંગ કીટ ચીનથી મંગાવી access_time 6:06 pm IST

  • ભારતમાં ૬૪૯ કેસ : ૧૪ના મોત : (૫૯૩ એકટીવ - હાલમાં કોરોના પીડિત કેસો જયારે ૪૨ સાજા થતાં ડિસ્‍ચાર્જ અપાયા) હોવાનું કેન્‍દ્રના આરોગ્‍ય - કલ્‍યાણ ખાતાએ જાહેર કર્યુ છે : મુંબઈ - થાણેમાં ૨ પોઝીટીવ કેસો : મુંબઈનો આંક હવે ૧૨૪ થયો : :એક વધુ મૃત્‍યુ સાથે મૃત્‍યુઆંક ૪ : ઈન્‍દોરમાં નવા ૫ કેસો સાથે મધ્‍યપ્રદેશમાં ૨૦ કોરોના પોઝીટીવ access_time 12:00 pm IST

  • સોનીયા ગાંધીએ નરેન્દ્રભાઈને પત્ર લખી લોક ડાઉનનું સમર્થન કર્યુ ડોકટરો- નર્સીગ સ્ટાફની સુરક્ષા માટે પગલા લેવા જણાવ્યુઃ ૬ મહિના માટે હપ્તા ટાળવા કેન્દ્રને વિચાર કરવા સૂચન access_time 12:56 pm IST