Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

બાવળા પાસેથી ૨પ લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદ આર આર સેલે અમદાવાદ રાજકોટ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. બાવળા નજીકથી રૂ.25 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આર.આર સેલે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય કોઇને કોઇ રીતે રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી પસાર થતી દારૂ ભરેલી એક ટ્રકને બાતમીના આધારે અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી દારૂનો જથ્થો ઝડપાઇ ગયો હતો.

આ ઘટનાને પગલે પોલીસના આર.આર સેલ દ્વારા દારૂને ઝડપી ટ્રક ડાઇવરની પૂછપરછ હાથ ધરી હતી. અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે અંગે કડક પૂછપરછ હાથ ધરી હતી.

(8:26 pm IST)