Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વડોદરામાં જુદા જુદા પાંચ સ્થળેથી તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી દાગીના સહીત બે લાખની મતાની તસ્કરી કરી

વડોદરા:શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ બંધ મકાનના તાળા તોડી તસ્કરો રોકડ અને દાગીના સહિત બે લાખની મતાની ચોરી કરી ગયા હતા. વાસણારોડ પર સુંદરનગરમાં રહેતા ૭૭ વર્ષીય મહેશકુમાર બચલસ ગત ૧૬મી તારીખથી પત્ની સાથે મુંબઈમાં રહેતા પુત્રના ઘરે ગયા હતા.

દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો રોકડા ૫૦ હજાર તેમજ સોના-ચાંદીના દાગીના સહિત ૭૦ હજારની મતાની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ તેમના પાડોશમાં રહેતા અશોકકુમાર ગર્ગના મકાનનું પણ તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

જયારે અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતાં ડોનાલ્ડ મેલ્વિન ગત ૧૦મી તારીખથી દિલ્લી ખાતે સીઆરપીએફના જવાનોને માર્શલઆર્ટની ટ્રેઈનીંગ આપવા માટે ગયા છે. દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો બે સમુરાઈ નાઈફ અને બે બટરફ્લાય નાઈફ સહિત ૨૦ હજારની મતાની ચોરી કરતા આ બને બનાવોની જેપી રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.  

(6:59 pm IST)