Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વડોદરા પારુલ યુનિવર્સિટીની ફોરેરન્સિકની વિદ્યાર્થીનીનો અદિતિ હોટેલમાં આપઘાત

વડોદરાઃ વડોદરાની ફેમસ પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિકની વિદ્યાર્થીની (Parul Univercity Suicide)એ જાણીતી અદિતિ હોટલ (Aditi Hotel)માં આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. સોનમકુમારી સિંગ નામની આ યુવતી બિહારના મુજફ્ફપુરની રહેવાસી હોવાનું જણાયું છે.

સોનમ કિમારી સિંગ ફોરેનેસિક સાયન્સની પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે તેણે જીવન ટુકાવવા (Parul Univercity Suicideનો અંતિમ નિર્ણય શા માટે લીધો. તે હજુ તપાસનો વિષય છે. તપાસમાં જણાયું કે સોનમ કુમારી ગઇકાલે સવારે જ હોસ્ટેલમાંથી હોટલમાં આવી હતી. તેણે રાત્રે વતન જવા ટ્રેન પકડવાનું કહી અદિતિ હોટલમાં રુમ બુક કરાવ્યું હતું. તે રુમ નંબર 202માં રોકાઇ હતી. પરંતુ બપોરે તેના કોઇ સંબંધી તેને મળવા આવ્યા હતા.

સગાએ રિસેપ્શન પર વાત કરી સોનમનો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ વારંવાર ફોન કરવા છતાં કોઇ રિપ્લાય ન આવતા હોટેલ મેનેજર અને સ્ટાફના સભ્યોએ રુમની માસ્ટર કીથી દરવાજો ખોલતા સોનમ ગળે ફાંસો ખાધેલી હાલત (Parul Univercity Suicide)માં મળી આવી હતી. જેથી આત્મહત્યાના બનાવ બાદ વડોદરા પોલીસની શી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તેનો મૃતદેહ કબજામાં લઇ પોસ્ટ માર્ટમ માટે મોકલ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

અગાઉ પણ ડિસેમ્બર 2015માં પારુલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીએ આત્મહત્યાકરવાના અહેવાલો બાદ મુદ્દો વિવાદાસ્પદ બન્યો હતો. ગોધરા રતનપુર ગામની જનરલ નર્સિગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલ પરમારની આત્મહત્યાના મામલામાં તેની માતા દ્વારા જયેશ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી કિંજલ પરમારનો મૃતદેહ ગર્લ્સ હોસ્ટેલની રૂમમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ તેના માતા-પિતાને કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા આત્મહત્યા કરી હોવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થિનીની માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે અમને હત્યાની આશંકા હોવા છતાં સમગ્ર તપાસ દરમિયાન પોલીસ સહકાર આપતી નથી.

વડોદરામાં પારુલ યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવે છે. 2018માં પણ પારુલ યુનિવર્સિટીના એક કર્મચારીએ આપઘાત કર્યો હતો. તેમણે 8 પાનાંના પત્રમાં પારુલ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.

પત્રમાં આક્ષેપોમાં એવું લખ્યુ હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી  ખોટી રીતે પૈસા પડાવવા માટે વિદ્યાર્થીની હાજરી ઓછી હોવાનું કહીને પરીક્ષા ફોર્મ રોકી રહી છે. સાથે જ યુનિવર્સિટીમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. મૃતકે લખેલા પત્રમાં ખોટા સ્કોલશીપના પેપર ખોટા પેશન્ટ બતાવી કેસની સંખ્યા વધારે દર્શાવાનો પણ આરોપ લગાવાયો હતો.

(3:52 pm IST)
  • ભારતના વધુ ઍક બોલર વિનયકુમારે પણ ક્રિકેટને કર્યુ અલવિદા : તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધાનું સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત : ૨૦૧૦માં ભારત માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર વિનયકુમારે તેઓની કારકિર્દીમાં ૩૧ વન-ડેમાં ૩૮ વિકેટ અને ૯ ટી-૨૦માં ૧૦ વિકેટ લીધી હતી : તેઓ ઍક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી તે પહેલા જ તેમને ક્રિકેટને અલવિદા કરી દીધુ access_time 6:06 pm IST

  • ધોરણ ૬ થી ૧રના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પાઠયપુસ્તકો અપાશેઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રીની જાહેરાત access_time 4:24 pm IST

  • રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST