Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કેજરીવાલના ગુજરાત પ્રવાસ વેળાએ અરવલ્લીમાં આપને ઝટકો : સબલપુર તાલુકા પંચાયતના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો

આપના ઉમેદવાર દેવિકાબેન સુરેશભાઈ પટેલે ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં પણ જોડાયા

મોડાસાઃ આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે જ આપને ગુજરાતાં પહેલો મોટો ઝટકો લાગ્યો છે. અરવલ્લીમાં આપ પાર્ટીને મતદાન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. મોડાસાની સબલપુર તાલુકા પંચાયતના આપ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે.

આપના ઉમેદવાર દેવિકાબેન સુરેશભાઈ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો છે. આપના ઉમેદવાર ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં જોડાયા હતા.

 અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ બપોરે આમ આદમી પાર્ટી (આપ) સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના 24 કોર્પોરેટરો સાથે કાઠિયાવાડી ભોજન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તથા અન્ય આગેવાનો પણ ભોજનમાં જોડાયા હતા.


સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. વરાછા ખાતે દ્વારકેશ નગરી સોસાયટીમાં વિજયી 27 કોર્પોરેટર સાથે કેજરીવાલ વાત કરશે.

(2:18 pm IST)
  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST

  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST

  • એફિલ ટાવરથી પણ ઊંચા ભારતના ગૌરવની તસ્વીર : રેલમંત્રીએ આપી જાણકારી :જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો પુલની કામગીરી અંતિમ તબક્કામાં : રેલવે મંત્રીએ તસ્વીર શેર કરી : કટડા -બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર આ પુલનું નિર્માણ access_time 1:20 am IST