Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

હવે ભાજપ શાસિત ૪૯ નગરપાલિકાઓ બની છે

પદાધિકારીઓની નિયુક્તિ પ્રક્રિયા

અમદાવાદ,તા. ૨૬ : ગઇકાલે અને આજરોજ ૬૮ નગરપાલિકાઓના પદાધિકારીઓની નિયુક્તિ પ્રક્રિયા હાથ ધરાતા ૪૯ નગરપાલિકાઓમાં ભાજપ શાસિત બની હતી અને ભાજપના પદાધિકારીઓની નિયુક્તિ થઇ હતી. તાજેતરમાં ૭૫ નગરપાલિકાઓની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. એને આગળ ધપાવતા આજે ૬૮ નગરપાલિકાઓના પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયામાં ભાજપની પૂર્ણ બહુમતિની ૪૩ નગરપાલિકા ઉપરાંત સમર્થનથી ભાજપે કાલોલ, ધંધુકા અને થરાદમાં શાસન મેળવ્યું હતું. વધુમાં ગારિયાધાર, પારડી અને ખેડબ્રહ્મામાં ટાઈ હતી ત્યાં પણ ભાજપનું શાસન આવ્યું છે. આમ ૪૩ + ૩ +૩ = ૪૯ નપા ભાજપ શાસિત બની છે.

(9:58 pm IST)