Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૨૪ દિનમાં ૪૦૮ કેસો

ફેબ્રુઆરી ૨૦૧૭માં ૩૭૪ કેસ નોંધાયા હતા :તંત્ર દ્વારા લેવાયેલા પગલાઓની અસર દેખાઈ રહી હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ સપાટીએ

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં બેવડી સિઝનમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૨૪ દિવસના ગાળામાં જ ફેબ્રુઆરી મહિનામાં ઝાડા ઉલ્ટીના ૪૦૮, કમળાના ૧૬૦, ટાઇફોઇડના ૧૬૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૩૫ કેસ ફેબ્રુઆરી મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૬ કેસ નોંધાઈ ચુક્યા છે.  ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૫૦૬૬ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૨૪મી ફેબ્રુઆરી સુધીમાં ૬૨૯૫૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનામાં ૧૪૧૬ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆત બાદ બે મહિનામાં હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થયો છે. ડેંગ્યુ અને એન્ય રોગના કેસોમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૧૮માં ૧૩૪ અલગ અલગ ખાદ્ય પદાર્થોનાનમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ અપ્રમાણિત જાહેર થયા હતા જ્યારે ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં ૧૦૬ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી બે નમૂના અપ્રમાણિત જાહેર થયા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

 

 

વિગત

ફેબ્રુઆરી ૨૦૧૭

ફેબ્રુ.૨૦૧૮

સાદા મેલેરીયાના કેસો

૧૩૮

૩૫

ઝેરી મેલેરીયાના કેસો

૧૭

૦૬

ડેન્ગ્યુના કેસો

૨૧

૨૧

ચીકુનગુનિયા કેસો

૨૪

૦૬

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૩૭૪

૪૦૮

કમળો

૧૦૬

૧૬૦

ટાઈફોઈડ

૧૬૮

૧૬૬

કોલેરા

૦૩

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ.............................................. ૩૦૩૯૦

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૨૭૮૨

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ.............. ૯૮૭૭

ક્લોરીન ગોળીઓનું વિતરણ...................... ૫૭૩૫૫૫

જંતુનાશક દવાનો છંટકાવ........................ ૪૪૬૨૭૦

નોટિસ અપાઈ.............................................. ૧૪૦૫

નિકાલ કરેલ ફરિયાદ..................................... ૨૬૬૦

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ............................. ૧૩૭૫૦૦

વહીવટી ચાર્જ.............................................૧૧૮૬૬૨૪

(8:16 pm IST)